ગણતંત્ર દિવસની ઉજવણીમાં નહીં હાજર રહે આ રાષ્ટ્રના વડા

Published: 5th January, 2021 18:21 IST | PTI | Mumbai

બોરિસ જોનસન 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના અતિથિ બનવાના હતા.

બોરિસ જ્હોનસન
બોરિસ જ્હોનસન

કોરોના વાયરસને કારણે ભલભલું બદલાઇ રહ્યું છે અને આ કારણે જ બ્રિટનના PM બોરિસ જોનસને ભારત આવવાનું માંડી વાળ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ વધવાથી વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. બોરિસ જોનસન 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના અતિથિ બનવાના હતા.

UKમાં અત્યાર સુધીમાં 27 લાખ 13 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 75 હજાર 431 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં UKમાં 58 હજાર 784 કેસ નોંધાયા હતા અને 407 લોકોના મોત થયા હતા.

બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરિસ જોહન્સન સરકારે માર્ચ સુધીમાં દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન સાત સપ્તાહ રહેશે. માનવામાં આવે છે કે બ્રિટનમાં કોરોનાને કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યારસુધીમાં મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.

આ ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો  આપી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહે.. 4 જાન્યુઆરીથી રાતે બિનજરૂરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 4 જાન્યુઆરીએ નવા સ્ટ્રેનનો એક કેસ નોંધાયો છે. આ પહેલાં કોલોરાડો અને કેલિફોર્નિયામાં પણ એક સ્ટ્રેનનો નવો કેસ નોંધાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK