નાગરિકતા બિલને લઇને અદનાન સામીએ પાકિસ્તાનનો ઉધડો લીધો

Published: Dec 10, 2019, 19:23 IST | Mumbai

ભારતનું નાગરીકત્વ મેળવી ચુકેલા બોલીવુડના ગાયક અદનાન સામીએ નાગરિકતા બિલનું સમર્થન કર્યું છે. અદનાન સામીએ આ બિલને લઇને પોતાનું સમર્થન આપતા મહત્વનું નિવેદન આપ્યું હતું.

અદનાન સામી (File Photo)
અદનાન સામી (File Photo)

છેલ્લા 2 દિવસથી ભારતમાં નાગરિકતા બિલને લઇને માહોલ ગરમ છે. નાગરિકતા બિલની અસર દેશ બહાર પણ પહોંચી છે. દેશ આખામાં ક્યાક બિલને લઇને સમર્થન તો ક્યાક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતનું નાગરીકત્વ મેળવી ચુકેલા બોલીવુડના ગાયક અદનાન સામીએ નાગરિકતા બિલનું સમર્થન કર્યું છે. અદનાન સામીએ આ બિલને લઇને પોતાનું સમર્થન આપતા મહત્વનું નિવેદન આપ્યું હતું.


જાણો, અદનાને શું કર્યું ટ્વીટ
બોલીવુડના જાણીતા ગાયક અદનાન સામીએ ટ્વિટ કરીને બિલનું સમર્થન કરતા લખ્યું હતું કે, નાગરિકતા વિધેયક એ ધર્મના લોકો માટે છે, જેમનું ધર્મ આધારીત દેશોમાં શોષણ થયું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લીમોનું તેમના ધર્મને લઈને ક્યારેય કોઈ જ ઉત્પીડન થયું નથી. આમ એટલા માટે કારણ કે તેઓ ત્યાં બહુમતિમાં છે. મુસ્લીમ પહેલાની જેમ જ ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકે છે. લીગલ અને સત્તાવાર માર્ગે તેમનું સ્વાગત છે.

મહત્વનું છે કે અદનાન સામી મુળ પાકિસ્તાનના નાગરીક હતા. પણ તેમણે બોલીવુડમાં પદાપર્ણ કરતા ભારતનું નાગરીકત્વ લઇ લીધું છે. ઉલ્લેખનીય છે કે અદનાન સામી આ પહેલા પણ પાકિસ્તાનની ટીકા કરી ચુક્યો છે. હવે તેણે નાગરિકાતા સંસોધન બિલનો વિરોધ કરી રહેવા લોકો પર ટીકાના તિર છોડ્યા છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

સોમવારે મધરાતે લોકસભામાં નાગરિકતા બિલ રજુ કરવામાં આવ્યું હતું અને તેને મંજુરી પણ મળી ગઈ હતી. હવે આ બિલ આવતી બુધવારે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. આ બિલ પર 6 કલાક ચર્ચા કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK