બૉલીવુડનો મેકઅપ આર્ટિસ્ટ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો

Published: Oct 03, 2020, 09:50 IST | Mumbai correspondent | Mumbai

એક સાથી સાથે ક્રાઇમ બ્રાન્ચે બોરીવલીમાંથી ૩.૧૫ લાખની કિંમતના નશીલા પદાર્થ સાથે હાથમાં આવ્યો

બૉલીવુડનો મેકઅપ આર્ટિસ્ટ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો
બૉલીવુડનો મેકઅપ આર્ટિસ્ટ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-11ના અધિકારીઓએ ગુરુવારે બોરીવલી (ઈસ્ટ)ના રાજેન્દ્રનગર વિસ્તારમાંથી બે ડ્રગ પેડલર્સની ધરપકડ કરીને તેમની પાસેથી પ્રતિબંધિત ડ્રગ મફેડ્રોનની ગોળીઓ જપ્ત કરી હતી. તેમની પાસેથી જપ્ત કરાયેલી ૧૦૫ ગ્રામ મફેડ્રોન ગોળીઓની કિંમત 3.15 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા બન્ને ડ્રગ પેડલર્સ 30 વર્ષના છે. સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ માનેના નેતૃત્વમાં પૅટ્રોલિંગ દરમ્યાન પરવેઝ ઉર્ફે લડ્ડુ હનીફ હાલાઈ અને નિકેતન ઉર્ફે નિખિલ સુરેશ જાધવને ઝડપી લીધા હતા. નિખિલે ભૂતકાળમાં તે બૉલીવુડનો મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂક્યો હોવાનું જણાવ્યું હતું.
પૅટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ રીતે ફરતા જણાયેલા બે જણને રોકીને તપાસ કરતાં તેમની પાસેથી ૩.૧૫ લાખ રૂપિયાની ૧૦૫ ગ્રામ મફેડ્રોન ગોળીઓ મળી હતી. તેથી નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પરવેઝ અને નિખિલ બન્ને સામે હત્યાના પ્રયાસ, છેતરપિંડી અને ચોરી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે.
નિખિલ જાધવે જણાવ્યું હતું કે તે ભૂતકાળમાં જાણીતા ફિલ્મ પ્રોડક્શન હાઉસિસ તથા વિખ્યાત અભિનેતાઓ અને અભિનેત્રીઓને મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર તરીકે સેવા આપી ચૂક્યો છે. મનોરંજન જગતમાં મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર તરીકેની કામગીરી દરમ્યાન ડ્રગ પેડલર્સના સંપર્કમાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK