દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાની બાલ્કનીમાંથી કરે છે અનોખો કોન્સર્ટ

Updated: May 07, 2020, 20:00 IST | Chirantana Bhatt | Mumbai

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતે જે કોમ્પ્લેક્સમાં રહે છે ત્યાંના રહેવાસીઓને પોતાનાં અવાજનો જાદુ બાલ્કનીમાંથી પિરસ્યો હતો.

તેઓ નિયમિતપણે આ પ્રકારનાં કોન્સર્ટ યોજીને લોકોને લાહવો આપી રહ્યાં છે. (તસવીર-ફેસબુક પેજ)
તેઓ નિયમિતપણે આ પ્રકારનાં કોન્સર્ટ યોજીને લોકોને લાહવો આપી રહ્યાં છે. (તસવીર-ફેસબુક પેજ)

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકનાં અવાજનો લહેકો અને તેમની અદાઓને જોવા માટે લોકો હજ્જારો રૂપિયાનાં પાસિઝ લેતા હોય છે પણ હમણાં જ એક મજાની ઘટના બની છે. લૉકડાઉનને કારણે લોકો ઘરમાં બંધ છે અને બધાં કોઇને કોઇ રીતે મનોરંજન શોધવાની મથામણ કરતા રહે છે આ સંજોગોમાં સેલિબ્રિટી અને દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતે જે કોમ્પ્લેક્સમાં રહે છે ત્યાંના રહેવાસીઓને પોતાનાં અવાજનો જાદુ બાલ્કનીમાંથી પિરસ્યો હતો. તેમણે પોતાના ફેસબુક પેજ પર પોતાની આ મ્યુઝિકલ ઇવનિંગના વીડિયોઝ શેર કર્યા હતા. તેઓ તેમના આગવી અદામાં મસ્ત મજાના ગીતો ગાઇ રહ્યા છે અને તેમને બહુ જ વૉર્મ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સરસ મજાના હિંદી ગીતો ગણગણતા તેઓ પોતાના પાડોશીઓને પોતાના મધુરા અવાજનો લાહવો આપી રહ્યાં છે.તેઓ નિયમિતપણે આ પ્રકારનાં કોન્સર્ટ યોજીને લોકોને લાહવો આપી રહ્યાં છે.

વળી આ સાંજ કંઇ થોડી વારમાં પુરી નહોતી થઇ ગઇ પરંતુ તેમની સાથે પાડોશીઓ પણ જોડાયા હતા અને તેમણે તમામનાં ગીતોમાં સુર પુરાવ્યો હતો. તમે આ મજાની અનોખી સંગીત સંધ્યા માણી શકશો આ વીડિયોમાં.

એક કલાકારમાં જ આ પ્રકારની ઉષ્મા અને લાગણી હોય છે તેમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. આ દાંડિયા ક્વીનની દિલેરી ખરેખર વખાણવા જેવી છે. દાંડિયા ક્વીનનો સ્પેશિયલ ઇન્ટરવ્યું વાંચો શનિવારે, વિગતવાર જાણો કે ક્યારથી કરે છે આ કોન્સર્ટસ અને કઇ સાંજ હતી કયા કલાકારને નામ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK