અચાનક સમુદ્રમાં ડૂબી ગયું વિમાન, પણ બચી ગયા લોકો..

Published: Jul 20, 2019, 15:43 IST

બોઈંગના વધુ એક વિમાનને અકસ્માત નડ્યો છે. બોઈંગનું એક વિમાન લેન્ડ કરવા પહેલા અચાનક સમુદ્રમાં ડૂબી ગયું હતું. રન-વેથી 1500 ફૂટ દૂર હતું ત્યારે વિમાનને અકસ્માત નડ્યો હતો.

અચાનક સમુદ્રમાં ડૂબી ગયું વિમાન
અચાનક સમુદ્રમાં ડૂબી ગયું વિમાન

બોઈંગના વધુ એક વિમાનને અકસ્માત નડ્યો છે. બોઈંગનું એક વિમાન લેન્ડ કરવા પહેલા અચાનક સમુદ્રમાં ડૂબી ગયું હતું. રન-વેથી 1500 ફૂટ દૂર હતું ત્યારે વિમાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની રિપોર્ટ સામે આવી ત્યારે અકસ્માતની હકીકત સામે આવી હતી. એર નિઉગિની એરલાઈન્સના બોઈંગ વિમાનને માઈક્રોનેશિયામાં લેન્ડ કરવાનું હતું.પપુઆ ન્યૂ ગિની એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન કમિશને પોતાની રિપોર્ટ સોંપી હતી.

આ રિપોર્ટ અનુસાર વિમાનના ઓટોમેટિક સિસ્ટમે વારંવાર ચેતવણી આપી હતી જો કે પાયલટે આ ચેતવણીને નજરઅંદાજ કરી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. રિપોર્ટ અનુસાર, વિમાનના સિસ્ટમે ચેતવણી આપી હતી. અવાજ અને લાઈટથી મેસેજ પણ આપ્યા હતાં. અકસ્માત સમયનો કોકપિટનો એક વીડિયો પણ રેકોર્ડ થયો હતો જેમા કો-પાયલટ કહી રહ્યાં છે કે, વિમાન ઘણું નીચે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીના આ હમશકલને જોઈને તમે રહી જશો દંગ, જરા અસલીને ઓળખી તો બતાવો

વિમાનના સમુદ્રમાં ડૂબવા બાદ 34 લોકોને બચાવવામાં આવ્યા હતા જ્યારે એક પ્રવાસીનું મોત થયું હતું. રન-વેની એકદમ નજીક હોવાના કારણે બોટ્સ તરત રેસક્યૂ માટે પહોંચી હતી. જેના કારણે લોકોનો જીવ બચાવી શકાયો હતો. વિમાનને સતત ઉપર કરવા માટે વિમાનની સિસ્ટમ દ્વારા માહિતી આપવામાં આવી રહી હતી તેમ છતા પાયલટે આ વાત પર ધ્યાન આપ્યું ન હતું. પાયલટની બેદરકારીના કારણે વિમાન સમુદ્રમાં ડૂબ્યું હતું. રાહતની વાત એ રહી કે, માત્ર 1 જ યાત્રીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK