બીએમસી દ્વારા સરકારી હૉસ્પિટલની સુરક્ષા વધુ સઘન બનાવવા વિચારાયું ખરું!

Published: Jan 06, 2020, 11:50 IST | chetna saddekar | Mumbai Desk

ખાનગી હૉસ્પિટલ્સની જેમ જ સરકારી હૉસ્પિટલ્સમાં પણ મુલાકાતીઓનો સમય સુનિશ્ચિત કરી, તેમના માટે પાસ ઇશ્યુ કરવાની વ્યવસ્થા શરૂ કરી મુલાકાતીઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવશે.

બીએમસી શહેરની ખાનગી હૉસ્પિટલ્સની જેમ જ ચાર મોટી સરકારી હૉસ્પિટલ્સમાં સુરક્ષાના નિયમો વધુ સખત બનાવવા વિશે વિચારી રહી છે. ખાનગી હૉસ્પિટલ્સની જેમ જ સરકારી હૉસ્પિટલ્સમાં પણ મુલાકાતીઓનો સમય સુનિશ્ચિત કરી, તેમના માટે પાસ ઇશ્યુ કરવાની વ્યવસ્થા શરૂ કરી મુલાકાતીઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવશે. આ માટે નિવૃત્ત આર્મી ઑફિસર્સની સેવા લેવામાં આવશે. 

બીએમસીના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગિરદી ન થાય એ માટે દરદીના મુલાકાતીઓની પ્રવેશદ્વાર પાસે, લિફ્ટ પાસે, જનરલ વૉર્ડના પ્રવેશદ્વાર પાસે તપાસણી કરવામાં આવશે. દરદી સાથે હૉસ્પિટલમાં એક જ મુલાકાતીને રહેવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓની સંખ્યા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.’
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલમાં ગિરદીથી ડૉક્ટરોનાં કામમાં અડચણ નિર્માણ થાય છે. ઇમર્જન્સી વખતે આ સમસ્યા વધુ વકરે છે. આથી કમિશનર સરકારી હૉસ્પિટલ્સની સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક બનાવવા માગે છે, જેથી કોઈ અનિચ્છિનીય વ્યક્તિ હૉસ્પિટલમાં પ્રવેશી ત્યાંની શાંતિનો ભંગ ન કરી શકે.’
જે ચાર હૉસ્પિટલ્સમાં સુરક્ષાવ્યવસ્થા વધારવા વિચારાઈ રહ્યું છે એમાં એલટીએમજી હૉસ્પિટલ, આરએન કૂપર હૉસ્પિટલ, બીવાયએલ નાયર હૉસ્પિટલ અને કેઈએમ હૉસ્પિટલનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK