ગણેશમંડળોને પરવાના આપવામાં પાલિકાની કાર્યપદ્ધતિ ધીમી

Published: Aug 16, 2019, 12:00 IST | મુંબઈ

ગણેશોત્સવને માત્ર ત્રણ જ અઠવાડિયાં બાકી છે ત્યારે ૨૦૦૦માંથી ૫૦૦ને મળી મંજૂરી

ગણેશમંડળોને પરવાના આપવામાં પાલિકાની કાર્યપદ્ધતિ ધીમી
ગણેશમંડળોને પરવાના આપવામાં પાલિકાની કાર્યપદ્ધતિ ધીમી

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીએમસી દ્વારા હજી ૧૩૦૦થી વધુ મંડળોના પરવાના મંજૂર કરવાની પ્રક્રિયા પ્રોસેસમાં છે. પરવાનગી ન મળવાના કારણે મંડળ સંચાલકોમાં બીએમસીની ધીમી પ્રક્રિયાના કારણે મૂંઝવણ ઊભી થઈ છે. અત્યાર સુધી બીએમસી પાસે ૨૩૮૧ એપ્લિકેશન્સ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. જેમાંથી ૫૦૯ એપ્લિકેશન મંજૂર કરવામાં આવી હતી અને ૧૫૭ એપ્લિકેશન્સ નામંજૂર કરાઈ હતી, જ્યારે ૧૩૧૯ એપ્લિકેશન સ્ક્રૂટીની માટે હજી પ્રોસેસમાં છે. ફાયર સેફ્ટી અને ટ્રાફિકની સમસ્યાને કારણે ૧૫૭ એપ્લિકેશન નામંજૂર કરી હોવાનું બીએમસી દ્વારા સ્પષ્ટ કરાયું હતું. મંડળો દ્વારા ૧૯ ઑગસ્ટ સુધી જ ઑનલાઇન એપ્લિકેશન કરી શકાશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK