આવતી કાલે વેસ્ટર્નમાં જમ્બો, સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક

Published: 28th July, 2012 05:01 IST

વેસ્ટર્ન રેલવેમાં આવતી કાલે સવારે ૧૦.૩૫થી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી બોરીવલી અને ગોરેગામ વચ્ચે અપ તથા ડાઉન દિશામાં ફાસ્ટ લાઇન પર જમ્બો બ્લૉક રાખવામાં આવ્યો છે.

આ દરમ્યાન બોરીવલી અને ગોરેગામ વચ્ચે તમામ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે. બ્લૉક દરમ્યાન બોરીવલીની ટ્રેનો પ્લૅટફૉર્મ નંબર ૭, ૮ અથવા બે નંબરના પ્લૅટફૉર્મમાંથી કોઈ પણ પ્લૅટફૉર્મ પર થોભશે. જ્યારે વિરારની ટ્રેનો બોરીવલી સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૧ અથવા ૩ પર ઊભી રહેશે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પ્લૅટફૉર્મ નંબર ૬, ૬-એ અને ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર ઊભી રહેશે.

 

સેન્ટ્રલ રેલવેમાં આવતી કાલે સવારે ૧૦.૨૮થી બપોરે ૩.૨૫ વાગ્યા સુધી મુલુંડ અને માટુંગા સ્ટેશન વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર મેઇન્ટેનન્સ માટે મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે. આ દરમ્યાન સીએસટીથી છૂટતી ટ્રેનો મુલુંડ અને માટુંગા સ્ટેશન વચ્ચે ડાઉન સ્લો લાઇન પર દોડશે અને તમામ સ્ટેશનો પર હૉલ્ટ કરશે.

હાર્બર લાઇનમાં નેરુળ અને પનવેલ વચ્ચે અપ તથા ડાઉન દિશામાં સવારના ૧૧થી બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એ દરમ્યાન બન્ને સ્ટેશનો વચ્ચે ટ્રેનો બંધ રહેશે. ટ્રાન્સહાર્બર લાઇનમાં થાણે અને પનવેલ વચ્ચે સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩.૩૦ વાગ્યા સુધી બ્લૉક હશે. એ દરમ્યાન અપ અને ડાઉન દિશામાં ટ્રેન બંધ રહેશે.

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK