ભારતીયોના બ્લૅક મનીની માહિતી મેળવી આપશે ફ્રાન્સની આ લેડી

Published: 7th December, 2014 06:46 IST

USB ફ્રાન્સ બૅન્કની ભૂતપૂર્વ પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્ટેફની ગિબાઉડ કહે છે કે અમીર ગ્રાહકોને કાળું નાણું છુપાવવામાં મદદ કરતી મલ્ટિનૅશનલ બૅન્કોનાં કારનામાં હું બરાબર રીતે જાણું છું


વિદેશી બૅન્કોનાં ગુપ્ત ખાતાઓમાં જે ભારતીયોઓએ બ્લૅક મની સંઘર્યું છે એમનાં નામ મેળવવામાં ભારત સરકારને મદદરૂપ થવા એક વિદેશી મહિલા તૈયાર થઈ છે. USB ફ્રાન્સ બૅન્કની ભૂતપૂર્વ પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્ટેફની ગિબાઉડે એક ભારતીય ન્યુઝ ચૅનલ સાથેની વાતચીતમાં એ વાત જાહેર કરી હતી. HDFC ભૂતપૂર્વ કર્મચારી ર્હેવે ફાલચિયાનીની મદદ બ્લૅક મનીની માહિતી મેળવવા માટે લેવાનો નિર્ણય ભારત સરકારે એક સપ્તાહ પહેલાં જ કર્યો હતો.

ફ્રાન્સના ધનવાન લોકોને કાળું નાણું છુપાવવામાં મદદ કરવાના આરોપસર USB ફ્રાન્સ બૅન્કને તાજેતરમાં જ એક અબજ યુરોથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભારત સરકારને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં સ્ટેફની ગિબાઉડે એક ટેલિવિઝન ન્યુઝ ચૅનલને જણાવ્યું હતું કે દુનિયાભરના તવંગર લોકોને કાળું નાણું છુપાવવામાં મદદ કરતી બહુરાષ્ટ્રીય બૅન્કો ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાના પ્રયાસ કરી રહી છે. એ પૈકીની એક બૅન્ક USB ફ્રાન્સનું માર્કેટિંગ સેન્ટર મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. આવી બૅન્કના ગ્રાહકો સુધી પહોંચવા માટે કેવી વ્યૂહરચના બનાવવી અને એમની સાથે કેવી રીતે વાત કરવી એ વિશેની ભારતીય તપાસકર્તાઓની મૂંઝવણને હું સારી રીતે સમજી શકું છું.
USB ફ્રાન્સ બૅન્કમાં પોતાના કામ વિશે વાત કરતાં સ્ટેફની ગિબાઉડે જણાવ્યું હતું કે મારું કામ અમીર લોકો માટે એવી ચીજો મેળવવાનું હતું કે જે માત્ર પૈસા વડે ખરીદી ન શકાય. બૅન્કમાં કામ શરૂ કર્યાનાં નવ વર્ષ પછી ૨૦૦૮માં સ્ટેફની ગિબાઉડને સમજાયું હતું કે એ વાસ્તવમાં એવી ઇવેન્ટ્સનું આયોજન કરતી કે જેનો ઉપયોગ ફ્રાન્સના અમીરોની મુલાકાત સ્વિસ બૅન્કોના અધિકારીઓ સાથે મીટિંગ ગોઠવવા માટે કરવામાં આવતો હતો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK