રિયલ એસ્ટેટ સોદાઓમાં બ્લૅક મનીનું જબરું ચલણ : કોબ્રા પોસ્ટે કર્યો દાવો

Published: 28th November, 2014 05:00 IST

મુંબઈ સહિતનાં દેશનાં કમસે કમ ૩૫ રિયલ્ટી ડેવલપર્સ પ્રૉપર્ટી ટ્રાન્ઝૅક્શનમાં બ્લૅક મની સ્વીકારવા તૈયાર હોવાનું અને ભારતીય કાયદાઓથી છટકવા માટે પરદેશમાં પેમેન્ટ લેવા તૈયાર હોવાનું એક વેબસાઇટે કરેલા સ્ટિંગ ઑપરેશનમાં બહાર આવ્યું છે.



Cobrapost.com નામની એક વેબસાઇટે દેશનાં નવ રાજ્યોમાં છેલ્લા ૧૮ મહિનામાં આ સ્ટિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. એ સ્ટિંગ ઑપરેશનનું વિડિયો-રેકૉર્ડિંગ ગઈ કાલે નવી દિલ્હીમાં એક પત્રકાર-પરિષદમાં જાહેર કરતાં પોર્ટલે જણાવ્યું હતું કે આ કંપનીઓના ટોચના અધિકારીઓ પ્રૉપર્ટી-વૅલ્યુનાં ૧૦થી ૮૦ ટકા નાણાં બ્લૅક મનીમાં સ્વીકારવા તૈયાર હતા. જે ૩૫ કંપનીઓને આ સ્ટિંગ ઑપરેશન હેઠળ આવરી લેવામાં આવી હતી એ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કાર્યરત છે.

કંપનીના એક્ઝિક્યુટિવ્ઝે દુબઈ, બૅન્ગકૉક, સિંગાપોર અને અમેરિકા સહિતના દેશોમાં હવાલા ચૅનલો મારફત સોદાની બ્લૅક મની સ્વીકારવાની તૈયારી દેખાડી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK