કચ્છમાં કેસરિયો લહેરાયો

Published: 21st December, 2012 05:25 IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં કચ્છ જિલ્લાની કુલ છ બેઠકમાંથી પાંચ પર બીજેપી અને એક પર કૉન્ગ્રેસનો વિજયકચ્છ જિલ્લાની કુલ છ બેઠકમાંથી પાંચ બેઠક પર બીજેપીની જીત સાથે કેસરિયો લહેરાયો હતો, જ્યારે કૉન્ગ્રેસને માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો હતો. જિલ્લાની અબડાસા બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર છબીલદાસ પટેલ ૬૦,૭૦૪ વોટ મેળવીને જીત્યા હતા, જ્યારે અંજાર બેઠક પર વાસણભાઈ આહિર ૬૪,૭૮૯ વોટ મેળવીને જીત્યા હતા. અન્ય બેઠકોની વાત કરીએ તો માંડવી બેઠક પર બીજેપીના તારાચંદ છેડાએ ૬૧,૯૮૪ વોટ મેળવીને જીત નોંધાવી હતી. ભુજની બેઠક પર બીજેપીનાં નીમાબહેન આચાર્ય ૬૯,૧૭૪ વોટ મેળવીને જીત્યાં હતાં. કચ્છની બેઠકોનાં પરિણામો આ મુજબ છે

કઈ બેઠક પર કોને કેટલી સરસાઈ?

બેઠક    બીજેપી    વોટ    કૉન્ગ્રેસ    વોટ    સરસાઈ

માંડવી    તારાચંદ છેડા (જીત)    ૬૧,૯૮૪    કિશોર પરમાર    ૫૩,૪૭૮    ૮૫૦૮

ભુજ    ડૉ. નીમાબહેન આચાર્ય (જીત)    ૬૯,૧૭૪    આમિરઅલી લોધિયા    ૬૦,૨૦૧    ૮૯૭૩

અંજાર    વાસણ આહિર (જીત)    ૬૪,૭૮૯    વી. કે. હુંબલ    ૬૦,૦૬૧    ૪૭૨૮

ગાંધીધામ    રમેશ મહેશ્વરી (જીત)    ૭૨,૯૮૮    જયશ્રી ચાવડા    ૫૧,૬૭૫    ૨૧,૩૧૩

રાપર    વાઘજી પટેલ (જીત)    ૫૫,૨૮૦    બાબુભાઈ શાહ    ૪૬,૦૬૪    ૯૨૧૬    

અબડાસા    જયંતી ભાનુશાલી (હાર)    ૫૩,૦૯૧    છબીલદાસ પટેલ    ૬૦,૭૦૪    ૭૬૧૩

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK