શિવસેનાનો આશાવાદ : ઉદ્ધવના નેતૃત્વ હેઠળ સરકાર જરૂર પડશે તો BJP સપોર્ટ કરશે

Published: 19th October, 2014 02:56 IST

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થવાનાં છે ત્યારે ગઈ કાલે શિવસેનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિવસેનાને પૂર્ણ બહુમતી મળશે અને પાર્ટીના ચીફ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ સરકાર રચાશે. આમ છતાં જો શિવસેનાને સરકાર રચવામાં થોડી સીટો ઘટશે તો અઢી દાયકા સુધી પાર્ટનર રહેલી BJP સપોર્ટ કરશે એવી આશા પણ શિવસેનાના સ્પોક્સપર્સન સંજય રાઉતે વ્યક્ત કરી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાની મૅજોરિટી આવશે એવો અમને વિશ્વાસ છે.  એમ જણાવતાં સંજય રાઉતે કહ્યુ હતું કે, ‘આ વખતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર રચાશે. જોકે પરિણામો બાદ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ જો સરકાર રચવામાં થોડી-ઘણી સીટો ઘટશે તો અમારી જૂની પાર્ટનર BJP સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે, કેમ કે અમારી વિચારધારા સરખી છે. રાજ્યમાં ભલે સીટ-શૅરિંગને કારણે યુતિ તૂટી, પરંતુ છેલ્લાં પચ્ચીસ વર્ષથી અમે રાજ્ય અને કેન્દ્રમાં સાથે જ રહ્યાં છીએ. હવે મહારાષ્ટ્રની જનતાની લાગણીને માન આપીને BJP સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે.’       

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK