બીજેપીની સભાને અભૂતપૂર્વ પ્રતિસાદ

Published: 10th November, 2012 07:59 IST

ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે‍ મુંબઈગરા ગુજરાતીઓ પણ સર્પોટ કરે શકે એ માટે ગઈ કાલે બીજેપી (ભારતીય જનતા પાર્ટી)એ દાદરમાં દાદાસાહેબ ફાળકે રોડ પરના વસંતસ્મૃતિમાં આવેલા એના હેડક્વૉર્ટરમાં ‘ચાલો ગુજરાત’ અભિયાનનું આયોજન કર્યું હતું, જેને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો.


૭૦૦ માણસોની કૅપેસિટી ધરાવતો હૉલ ચિક્કાર ભરાઈ જતાં બીજા માળે સમર્થકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં સ્ક્રીન મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે બીજેપીના ગુજરાતના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરસોતમ રૂપાલાએ મુંબઈગરા ગુજરાતીઓને કહ્યું હતું કે ‘ગુજરાતના, પણ હાલ મુંબઈમાં રહેતા બધા જ ગુજરાતીઓ તેમના વતનની આ ચૂંટણી માટે સર્પોટ કરે. ઍટલીસ્ટ તેમનાં ગુજરાતમાં રહેતાં સગાંસંબંધીઓને કહે કે તેઓ જરૂરથી વોટ કરે અને જે પાર્ટી વિકાસ કરે છે એને વોટ કરે. જો કોઈ મુંબઈગરા ગુજરાતીઓ ગુજરાત આવીને પાર્ટીને સર્પોટ કરવા માગતા હોય તો તેમનું પણ હાર્દિક સ્વાગત છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર અવારનવાર આક્ષેપો થતા રહે છે, એમ છતાં તેમણે તેમની મૂળભૂત વિકાસની રાજનીતિને છોડી નથી અને આજે તેમની એ નીતિને અન્ય રાજ્યો મૉડલ બનાવી રહ્યા છે, તેમની વિકાસની રાજનીતિને અનુસરી રહ્યાં છે. આથી મુંબઈગરાઓને પણ અપીલ કરવામાં આવે છે કે જો તેઓ તેમનાં વતનનાં સગાંઓને કહે કે મતદાન જરૂરથી કરો અને વિકાસ કરે એવી પાર્ટીને કરો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK