ભાજપના નેતા ઉમા ભારતી કોરોના સંક્રમિત થતા ઉત્તરાખંડમાં ક્વૉરન્ટીન

Published: 27th September, 2020 10:46 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાની જાતને ક્વૉરન્ટીન કરી છે

ઉમા ભારતી (ફાઈલ તસવીર)
ઉમા ભારતી (ફાઈલ તસવીર)

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા ઉમા ભારત (Uma Bharti)નો કોરોના વાયરસ (COVID-19)નપ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉમા ભારતીએ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી જાતે ટ્વિટ કરીને આપી છે. કોરોનાની જાણકારી મળતાં ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટીન કરી દીધા છે. નોંધનીય છે કે ઉમા ભારતી છેલ્લા કેટલાક દિવસોથી પહાડોની યાત્રા કરી રહ્યાં છે. તેઓએ હાલમાં કેદારનાથના દર્શન કરતો એક વીડિયો પણ શૅર કર્યો હતો.

ઉમા ભારતીએ ટ્વીટ કર્યું હતું કે, 'હું આપને જાણકારી આપી રહી છું કે હું આજે મારી પહાડની યાત્રાને સમાપ્તિના અંતિમ દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે બોલાવ્યા કારણ કે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડની તમામ ગાઈડલાઈન્સ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. તેમ છતાંય હું કોરોના પૉઝિટિવ થઈ છું.'

તેમણે જણાવ્યું હતું કે, 'હું હાલ હરિદ્વાર તથા ઋષિકેશની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વૉરન્ટીન છું, જે મારા પરિવાર જેવું છે. ચાર દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહી તો ડૉક્ટરોની સલાહ મુજબ નિર્ણય લઈશ. મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ છે કે તેઓ પોતાના કોરોના ટેસ્ટ કરાવે અને તકેદારી રાખે.'

નોંધનીય છે કે, આ પહેલા 23 સપ્ટેમ્બરે ઉમા ભારતીએ ટ્વિટ કરીને એ વાતની જાણકારી આપી હતી કે કેદારનાથમાં તેમની સાથે રહેલા ઉત્તરાખંડના શિક્ષણ પ્રધાન કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ધનસિહ રાવતજી શ્રી કેદારનાથજીમાં ઉમા ભારતીની સાથે જ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK