કૉન્ગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, યુવાનોની રોજગારી અને ખેડૂતોના હકની લડત લડનારા હાર્દિક પટેલને બીજેપી સરકાર વારંવાર હેરાન કરી રહી છે.
હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરીઓ માગી, અનામત માગી, ખેડૂતો માટે આંદોલન કર્યું. બીજેપી આને દેશદ્રોહ કહી રહી છે.
હાર્દિક પટેલની શનિવારે વિરમગામ પાસે હાસલપુરમાંથી ધરપકડ કરાઈ હતી. હાર્દિક પટેલની રાજદ્રોહના કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું અને ૨૪ જાન્યુઆરીએ હાજર થવા કહ્યું હતું. જોકે એની પહેલાં જ ધરપકડ કરવામાં આવી.
અમદાવાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર અનામત સમર્થક રૅલી બાદ થયેલી હિંસા મામલે દાખલ રાજદ્રોહના એક કેસમાં શનિવારે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું.
હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી થઈ : નીતિન પટેલ
પ્રિયંકા ગાંધીની ટિપ્પણી પર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જવાબ આપ્યો કે પ્રિયંકાબહેનને કાયદાની ખબર હોવી જોઈએ. હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી છે. કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે આરોપીએ હાજર રહેવાનું હોય છે. કોર્ટની મુદતમાં હાજર ન રહેતાં વૉરન્ટ નીકળ્યું હતું. આમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ રોલ નથી. દેશમાં આવા અનેક બનાવો બન્યા છે.
Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 ISTPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે
16th January, 2021 18:44 ISTશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો
16th January, 2021 12:52 IST