બીજેપી ઑપરેશન લોટસની યોજના નથી ઘડી રહ્યું: પાટીલ

Published: Jan 06, 2020, 12:00 IST | Mumbai Desk

બીજેપી સરકાર પાડવાનો પ્રયાસ કરી રહી નથી એમ પક્ષના રાજ્ય એકમના વડા ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું હતું.

બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરીએ ગઠબંધનની સરકાર લાંબો સમય સુધી રાજ્ય પર શાસન નહીં કરી શકે એવો દાવો કર્યો હોવા છતાં બીજેપી સરકાર પાડવાનો પ્રયાસ કરી રહી નથી એમ પક્ષના રાજ્ય એકમના વડા ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું હતું. 

મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવાની કોઈ યોજના ઘડવામાં આવી નથી, અમે કોઈ ઑપરેશન લોટસની યોજના ઘડી રહ્યા નથી. વિધાનસભામાં અમે મજબૂત વિરોધ પક્ષ તરીકે કાયમ રહીશું, એવી સ્પષ્ટતા તેમણે પુણેમાં પત્રકારો સમક્ષ કરી હતી.
મહારાષ્ટ્ર રાજ્યનું રાજકારણ અન્ય રાજ્યો જેટલું છીછરું નથી એમ કહી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધરતીકંપ અને દુકાળ વિશે આગળથી જાણી શકાતું નથી એ જ રીતે રાજકારણમાં પણ ચોક્કસપણે કાંઈ કહી શકાય નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK