મધ્ય પ્રદેશમાં બીજેપી બુધવાર સુધીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

Published: Mar 22, 2020, 12:25 IST | Agencies | Mumbai Desk

મુખ્ય પ્રધાનની રેસમાં શિવરાજ સિંહ સૌથી આગળ, ૨૩મીએ બીજેપીની બેઠક મળે એવી સંભાવના

શિવરાજ સિંહ
શિવરાજ સિંહ

મધ્ય પ્રદેશમાં શુક્રવારે કમલનાથે ફ્લોર ટેસ્ટ થતાં પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૨૫ માર્ચ સુધીમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ૨૩ માર્ચે બીજેપીના ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. તો મધ્ય પ્રદેશમાં ત્રણ વાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ એક વાર ફરી મુખ્ય પ્રધાનની રેસમાં સૌથી આગળ છે. મુખ્ય પ્રધાનપદ માટે નરેન્દ્ર સિંહ તોમર, નરોત્તમ મિશ્રા અને થાવરચંદ ગેહલોટનાં નામ પર ચર્ચા ચાલી રહી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સત્યનારાયણ જટિયાએ જણાવ્યું કે પાર્ટી પાસે યોજના છે. આશા છે કે કોઈ મુશ્કેલી નહીં થાય. બીજેપી પાસે અનુભવી નેતૃત્વ છે. પરંપરાના આધાર પર નેતૃત્વની પસંદગી થશે. ધારાસભ્ય દળ નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરશે. આ પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં થશે. કર્ણાટકમાં પણ આવું જ થયું છે, પરંતુ શિવરાજને પાર્ટીની અંદર સાયલન્ટ ચૅલેન્જિસ પણ મળી રહી છે. નરોત્તમ મિશ્રાથી લઈને નરેન્દ્ર સિંહ તોમર સુધીનાં નામો ચર્ચામાં છે, પરંતુ કોઈ સ્પષ્ટ રીતે કશું જ કહી રહ્યા નથી.
કમલનાથના રાજીનામા બાદ થોડા સમયમાં જ પત્રકારોએ જ્યારે કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને પૂછ્યું કે તેઓ ભોપાલ જવા માટે તૈયાર છે તો તેમણે આ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. જ્યારે તોમરને પૂછવામાં આવ્યું કે તેઓ કેન્દ્રની રાજનીતિમાં રહેશે કે પછી રાજ્યની રાજનીતિમાં આવવા તૈયાર છે? આ મામલે તેમણે કહ્યું કે પાર્ટીની બેઠક થવા દો, પછી જોઈશું કે શું થાય છે?
કમલનાથ સરકાર ગયા બાદ બીજેપી કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર બધાની સહમતીથી મુખ્ય પ્રધાન પસંદ કરીને રાજ્યમાં એક સ્થિર સરકાર પસંદ કરવાની હશે. સાથે જ આ તમામ ધારાસભ્યોને પણ સંતુષ્ટ કરવા પડશે જેઓ કૉન્ગ્રેસ છોડીને બીજેપી સાથે આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK