પ્રાઇમ મિનિસ્ટર દેશના છે, પાર્ટીના નહીં : ઉદ્વવ ઠાકરે
આ મહારાષ્ટ્ર છે, ધૃતરાષ્ટ્ર નથી. લોકસભાની ચૂંટણીમાં અમે નરેન્દ્ર મોદી માટે મતો માગ્યા હતા, પરંતુ આજે મોદી શિવસેના માટે મતો નથી માગતા એ અમારી કમનસીબી છે. BJP પાસે પ્રચાર કરવા માટે પણ કોઈ ચહેરો નથી એથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બોલાવ્યા છે. કાલે સવારે BJPને સત્તા મળશે તો શું નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બનશે? પ્રાઇમ મિનિસ્ટર દેશના છે, પાર્ટીના નહીં.