બીજેપીએ સિધુને આઇએસઆઇના એજન્ટ અને દેશદ્રોહી ગણાવ્યા

Published: Nov 07, 2019, 10:01 IST | New Delhi

કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવા માટે પાકિસ્તાન જતા પહેલાં પંજાબમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુની તસવીરવાળાં પોસ્ટર્સ જોવા મળ્યાં છે.

નવજોત સિંહ સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુ

(જી.એન.એસ.) કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવા માટે પાકિસ્તાન જતા પહેલાં પંજાબમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુની તસવીરવાળાં પોસ્ટર્સ જોવા મળ્યાં છે. આ પોસ્ટર્સમાં એક તરફ ઇમરાન ખાન અને બીજી બાજુ સિધુની તસવીર લાગેલી છે. ત્યારે આ પોસ્ટર્સને લઈને પંજાબનું રાજકારણ ફરી ગરમાયું છે.

સિધુ અને ઇમરાનની તસવીરવાળાં પોસ્ટર્સમાં બન્નેને સાચા હીરો બતાવવામાં આવ્યા છે ત્યારે આ પોસ્ટર્સને લઈને બીજેપીએ સિધુને પાકિસ્તાનનો આઇએસઆઇ એજન્ટ ગણાવ્યો છે. જોકે તસવીર ઝડપથી શૅર થયા બાદ એને હટાવવામાં આવી છે. બીજેપીના પ્રવક્તા રાજેશ હનીએ કહ્યું કે અમૃતસરમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સાથે નવજોત સિંહ સિધુનાં પોસ્ટર્સ લગાવવાની વાત ખોટી છે.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

બીજેપીએ સિધુને આઇએસઆઇનો એજન્ટ અને દેશદ્રોહી ગણાવી તે આઇએસઆઇનો હાથો બની દેશનું વાતાવરણ ખરાબ કરે છે એવા આક્ષેપો કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK