વડોદરા : સ્વીમીંગમાં નહાતી મહિલાઓના ફોટા લેનાર આકાશ પટેલનું ભાજપ કનેક્શન નિકળ્યું

Published: Jun 06, 2019, 14:51 IST | વડોદરા

યુવકનું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું છે. મહિલાઓનો વીડિયો મોબાઇલમાં ઉતારનાર યુવક કે જેની પોલીસ દ્વારા ધરપકડ થઇ હતી તે આકાશ પટેલ વડોદરા ભાજપના IT સેલનો કોર મેમ્બર હોવાની વિગતો સામે આવી છે.

આકાશ પટેલ (File Photo)
આકાશ પટેલ (File Photo)

વડોદરામાં થોડા દિવસ બનેલી ઘટનામાં સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓનો વીડિયો બનાવનાર યુવકને લઇને વધુ એક માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ આ યુવકનું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું છે. મહિલાઓનો વીડિયો મોબાઇલમાં ઉતારનાર યુવક કે જેની પોલીસ દ્વારા ધરપકડ થઇ હતી તે આકાશ પટેલ વડોદરા ભાજપના IT સેલનો કોર મેમ્બર હોવાની વિગતો સામે આવી છે. અત્યારે આકાશ પટેલની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.જેમાં તે વડોદરામાં ચૂંટાઈ આવેલ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે જોવા મળ્યો હતો.
Akash Patel (PC : FB)

શું હતી ઘટના...
વડોદરા શહેરમાં 3 દિવસ પહેલા આ બનાવ ચર્ચામાં આવ્યો હતો. શહેરના ગોત્રી સેવારી રોડ પર અનેક બંગ્લોઝ આવ્યા છે. જેમાં વિલા ક્લબ હાઉસમાં એક સ્વીમીંગ પુલ છે. જ્યાં વિલામાં રહેતી મહિલાઓ રોજ સ્વીમિંગ માટે જાય છે. પુલની પશ્ચિમ દિશામાં સોમનાથ સોસાયટીના બંગલા છે. જેમાંથી બંગલા નંબર 78માં આકાશ પટેલ નામનો યુવક રહે છે અને તે કમ્પ્યૂટરના ધંધા સાથે સંકળાયેલો છે. મહિલાઓની નજર પડી હતી કે, આકાશ પોતાના બંગલાના પહેલા માળે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલમાં ઉભો છે અને તે સ્વીમિંગ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓની નજર જતા તેમણે ક્લબ મેનેજરને આ વાતની જાણ કરી અને ક્લબ મેનેજરે આકાશનો શૂટ કરતો ફોટો પાડ્યો હતો. ત્યારથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહિલાઓએ આકાશનો ઉધડો લીધો હતો અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો. મંગળવારે આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે વડોદરા પોલીસે આકાશ પટેલને ધરપકડ કર્યા બાદ તે જામીન પર છુટી ગયો હતો.

આકાશ 6 મહિનાથી મહિલાઓને નિહાળી રહ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આકાશ પટેલ છેલ્લા 6 મહિનાથી મહિલાઓને નિહાળી રહ્યો હતો. મળતી વિગત પ્રમાણે
 સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓ સ્પષ્ટ રીતે દેખાય તે માટે આકાશે વચ્ચે નડી રહેલા 10થી વધુ વૃક્ષોનો કપાવ્યા હતા. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલેસી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે મહિલા આયોગે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK