Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગવર્નરને બાયપાસ કરીને BJPએ પ્લાન કરી લીધી શપથવિધિ

ગવર્નરને બાયપાસ કરીને BJPએ પ્લાન કરી લીધી શપથવિધિ

27 October, 2014 03:48 AM IST |

ગવર્નરને બાયપાસ કરીને BJPએ પ્લાન કરી લીધી શપથવિધિ

ગવર્નરને બાયપાસ કરીને BJPએ પ્લાન કરી લીધી શપથવિધિ



vidyadhar rao



રવિકિરણ દેશમુખ

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પરંપરાની કાર્યપદ્ધતિ બદલાઈ હોય એમ લાગે છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન છે ત્યારે સરકારના વડા એવા રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે પીઠેહઠ કરી હોય એમ લાગે છે. BJPના નેતૃત્વવાળી સરકારના શપથવિધિ કાર્યક્રમની ગોઠવણમાં સાથે મસલત કરી નિર્ણયો લેવામાં આવે છે, નહીં કે રાજ્યપાલની સલાહ લઈને.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એવું જાણવા મળ્યું છે ત્યારથી રાજ્યના વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શપથવિધિનું સ્થળ વાનખેડે સ્ટેડિયમ અને સમય ૩૦ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યાનો રાખવામાં આવ્યો છે જે પણ ઘણી મસલત બાદ નક્કી કરવામાં આવ્યો હતો. મંત્રાલયે આ માહિતી રાજ્યપાલને પહોંચાડી હતી.

પરંપરા મુજબ સૌથી વધુ સંખ્યાબળ ધરાવતી નવી ચૂંટાયેલી પાર્ટીના નેતા રાજ્યપાલની મુલાકાત લઈને સરકાર રચવાનો દાવો કરે છે. એક વાર રાજ્યપાલે આ દાવો મંજૂર કરતાં શપથવિધિનો કાર્યક્રમ નક્કી થાય છે અને શપથવિધિની તૈયારીઓ શરૂ થાય છે. હાલના કિસ્સામાં BJPએ એનો સદનનો નેતા નક્કી કરવાનો બાકી છે અને નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મંગળવારે પાર્ટીના નિરીક્ષકો ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના ઉપપ્રમુખ જે. પી. નડ્ડા, વરિષ્ઠ નેતાઓ ઓ. પી માથુર અને રાજીવ પ્રતાપ રૂડીની ઉપસ્થિતિમાં મળશે. આ પ્રસંગે રાજનાથ સિંહ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળે એવી શક્યતા પણ છે.

શપથવિધિની તૈયારીઓ વિશે BJPના નેતાઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે તૈયારીઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત થયા પછી શરૂ કરવામાં આવી છે.

દરમ્યાન BJPમાં મુખ્ય પ્રધાનપદ માટે આંતરકલહ ચાલુ છે. પાર્ટીના એક જૂથના નેતા મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ વિશે પુનર્વિચાર કરવાનો મત ધરાવે છે. અગાઉ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આડકતરી રીતે પોતાનો દાવો રજૂ કરતાં પાર્ટીમાં વિવાદનાં વમળો સર્જાયાં હતાં. તેમણે ૩૯ વિધાનસભ્યોનો પોતાને મુખ્ય પ્રધાન બનાવવા માટે ટેકો હોવાનો દાવો કયોર્ હતો. એમાં ગડકરીના વિશ્વાસુ સુધીર મુનગંટીવારે ભડકાઉ નિવેદનો કરીને બળતામાં ઘી હોમ્યું હતું. હવે વધુ એક દાવેદારનું નામ ચર્ચામાં આવ્યું છે જે વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનું છે. ખડસેના ટેકેદારોએ જળગાંવમાં મુક્તાઈનગર ખાતે પદયાત્રા કાઢી હતી જે સંત મુક્તાબાઈના મંદિરે ખડસેને ટેકો આપતાં સમાપ્ત થઈ હતી. એકનાથ ખડસે તેમની વરિષ્ઠતાના ધોરણે મુખ્ય પ્રધાનપદની માગણી કરી રહ્યા છે.

 ઉપરાંત શિવસેના દ્વારા સરકારને ટેકો આપવાની તેમ જ સરકારમાં સામેલ થવાની બાબતે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે બન્ને પાર્ટીઓ વચ્ચે વાટાઘાટો ચાલે છે.

દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ

મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હોવાથી આ પદ પર તેમની પસંદગી થાય એવી શક્યતા છે. સરકાર રચવા શિવસેનાનો સાથ લેવા ઉત્સુક BJP એવી આશા રાખે છે કે કોઈ પણ જાતની શરતો રાખ્યા વિના શિવસેનાએ આગળ આવવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2014 03:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK