Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાવરકરને સન્માન આપવામાં બીજેપી-શિવસેના બાખડ‍્યા,વિધાનસભામાં પ્રસ્તાવ રદ

સાવરકરને સન્માન આપવામાં બીજેપી-શિવસેના બાખડ‍્યા,વિધાનસભામાં પ્રસ્તાવ રદ

27 February, 2020 06:30 PM IST | Mumbai Desk

સાવરકરને સન્માન આપવામાં બીજેપી-શિવસેના બાખડ‍્યા,વિધાનસભામાં પ્રસ્તાવ રદ

સાવરકરના મામલે વિધાનભવનમાં વિરોધ-પ્રદર્શન કરતા દેવન્દ્ર ફડણવીસ અને સુધીર મુનગંટીવાર. તસવીર : સુરેશ કરકેરા

સાવરકરના મામલે વિધાનભવનમાં વિરોધ-પ્રદર્શન કરતા દેવન્દ્ર ફડણવીસ અને સુધીર મુનગંટીવાર. તસવીર : સુરેશ કરકેરા


મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી બીજેપીઅે મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટીના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે સાવરકરને સન્માન આપવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કરવાની માગ કરી હતી, જોકે વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલેએ આ પ્રસ્તાવને રદ કર્યો છે. અે બાદ ભડકેલી બીજેપીઅે શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતા.

સાવરકરની પુણ્યતિથિના અવસરે બીજેપીના કાર્યકર્તાઓ ‘હું પણ સાવરકર’ લખેલી ટોપી પહેરી વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેએ જેવો પ્રશ્નકાળ શરૂ કરવાની વાત કહી કે તુરંત જ બીજેપીના ધારાસભ્ય સુધીર મુનગંટીવારે કહ્યું કે સ્વાતંત્રવીર સાવરકરની પુણ્યતિથિ પર તેમને યાદ કરવા સદનની કાર્યવાહી શરૂ કરવા બરોબર જરૂરી છે.



મુનગંટીવારે કહ્યું કે આ બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા હતી કે આ માગમાં કોઈ રાજનીતિ ન થાય. આવો પ્રસ્તાવ લાવવા માટે સરકાર અમને મજબૂર ન કરે. બીજી બાજુ બીજેપીના ધારાસભ્યોને નજરઅંદાજ કરી પટોલેએ પ્રશ્નકાળ ચાલુ રાખ્યો હતો.


બીજેપીની આ માગને શિવસેનાને ઘેરાવ કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે, જેણે વિચારધારાની બાબતમાં એકદમ અલગ એવા કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 06:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK