દુકાનદારો કરતાં વધુ તો ફેરિયાઓ ખુલ્લેઆમ ઝભલા-થેલીઓ આપતા હોય છે

Published: 4th October, 2014 04:26 IST

નાની-મોટી ખરીદી કરીને આવતા રસ્તે ચાલતા મોટા ભાગના લોકોના હાથમાં પ્લાસ્ટિકની બે-ચાર ઝભલા-થેલી તો દેખાશે જ.

(બિન્દાસ બોલ- પલ્લવી છાટબાર હાઉસવાઇફ, સાંતાક્રુઝ)

તાજેતરમાં જ મુંબઈની સાથે નવી મુંબઈમાં પણ પચાસ માઇક્રોનથી પાતળી થેલીઓ પર બૅન આવ્યો છે. દુકાનદારો પાસેથી આવી થેલીઓ મળશે તો એ જપ્ત કરવાની સાથે દંડ ભરપાઈ કરવાનો આદેશ સુધરાઈએ બહાર પાડ્યો છે. જોકે આ સમસ્યાનો સૌથી વધુ ઉપાડો તો ફેરિયાઓને લીધે છે. દુકાન કે મૉલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે છે ત્યારે દુકાનદારો થેલીના રોકડા પૈસા લે છે, પણ સામે સારી ક્વૉલિટીની પ્લાસ્ટિકની થેલી આપતા હોય છે; જ્યારે ફેરિયાઓને નજીવી રકમની ચીજવસ્તુઓ આપવા માટે આવી મોંઘામાંની થેલીઓ પરવડતી નથી એટલે તેમની પાસેથી કોથમીર, કેળાં જેવી રોજબરોજની જીવન-જરૂરિયાતની નાની-મોટી આઇટમો ખરીદીએ ત્યારે તેઓ આ વસ્તુ સૌથી હલકી ક્વૉલિટીની પચાસ માઇક્રોનથી પાતળી થેલીઓમાં જ આપે છે. એ ખરી રીતે તો પર્યાવરણ માટે નુકસાનકારક છે. આમ છતાં સુધરાઈ અને ફેરિયાઓ વચ્ચે કોઈ સાઠગાંઠ હોવી જોઈએ, કારણ કે એ લોકો તો ખુલ્લેઆમ આ થેલીઓમાં જ સામાન આપતા હોય છે. જોકે અમુક અંશે થોડોઘણો દોષ આપણો પણ કહી શકાય. આપણે પણ ઘરની બહાર નીકળતી વખતે સારામાંની એકાદ થેલી લઈને નીકળવાની ટેવ અચૂક પાડવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK