બંધારણમાં ઇન્ડિયા શબ્દને સ્થાને ભારત રાખવા સંસદમાં રજૂ થયું બિલ

Published: 17th August, 2012 08:10 IST

રાજ્યસભામાં ગઈ કાલે કૉન્ગ્રેસના એક સભ્યએ બંધારણમાં ઇન્ડિયા શબ્દને સ્થાને ભારત શબ્દ રાખવા માટે પ્રાઇવેટ બિલ રજૂ કર્યું હતું.

 

ગોવાના સંસદસભ્ય શાંતારામ નાઈકે ગઈ કાલે બંધારણીય સુધારા માટેનું બિલ રજૂ કર્યું હતું. નાઈકે કહ્યું હતું કે દેશના નામ તરીકે ઇન્ડિયા કરતાં ભારત વધારે સુસંગત છે. તેમણે કહ્યું હતું કે આપણે ભારતમાતા કી જય બોલીએ છીએ, ઇન્ડિયા કી જય નહીં. નાઈકે આ બીજી વખત બિલ રાજ્યસભામાં રજૂ કર્યું છે. અગાઉ તેમણે આ બિલ રજૂ કર્યું ત્યારે તેમની ટર્મ પૂરી થઈ રહી હોવાથી બિલ પડતું મૂકવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK