વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બિલ ગેટ્સની પ્રશંસા
PM મોદી અને બિલ ગેટ્સ
વિશ્વના ટોચના ધનકુબેરોમાં સ્થાન પામેલા બિલ ગેટ્સ અનેક સખાવતી કાર્યો પણ કરતા રહે છે. ભારતમાં તેમના અન્ડર પ્રિવિલેજ લોકો માટે કામ કરતી સંસ્થા બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં સખાવતી કાર્યોની જાણકારી લેવા હાલમાં બિલ ગેટ્સ ૩ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાત વિશે ટ્વીટ કરતાં મોદીએ લખ્યું હતું, ‘બિલ ગેટ્સ સાથે મુલાકાત મજાની રહી. તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા થઈ. તેમનો અદમ્ય ઉત્સાહ અને ખંતથી ગ્રાસરૂટ લેવલ પર કામ કરવાની ભાવના જોઈ ખુશી થઈ. તેઓ તેમના કામ વડે આ દુનિયાને રહેવા માટે વધુ સારી બનાવી રહ્યા છે.