CRPFના જવાનોએ ગર્ભવતી મહિલાને 6 કિલોમીટર ખભા પર ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડી

Published: Jan 23, 2020, 12:30 IST | Bijapur

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સીઆરપીએફના જવાનોએ માનવતાનો એક સુંદર દાખલો બેસાડ્યો છે.

CRPFના જવાનોએ ગર્ભવતી મહિલાને ખભા પર ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડી
CRPFના જવાનોએ ગર્ભવતી મહિલાને ખભા પર ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડી

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સીઆરપીએફના જવાનોએ માનવતાનો એક સુંદર દાખલો બેસાડ્યો છે. જવાનોએ ૬ કિલોમીટરનો રસ્તો કાપીને એક ગર્ભવતી મહિલાને હૉસ્પિટલ પહોંચાડી હતી. છેવાડાનો વિસ્તાર હોવાથી અહીં વાહનની વ્યવસ્થા નથી હોતી જેથી જવાનોએ મહિલાને કામચલાઉ ડોલીમાં બેસાડીને તેને ઊંચકીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. અહીંથી મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાતની બૉર્ડર પર 15 દિવસ માટે અલર્ટ

મળતી જાણકારી મુજબ હૉસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. માતા-બાળકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હાલમાં મહિલાની જિલ્લા હૉસ્પિટલમાં જરૂરી સારવાર ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK