આ રાજ્યમાં માતા પિતાની સેવા નહીં કરવા પર થશે જેલ

Updated: Jun 11, 2019, 21:16 IST | બિહાર

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વઘતી હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ત્યારે બિહારની સરકારે આવી ઘટના અટકાવવા એક નિર્ણય કર્યો છે. બિહારમાં કેબિનેટે માતા પિતાની સેવા નહીં કરનાર યુવાનો માટે સજાની જોગવાઈ કરી છે.

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર (File Photo)
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર (File Photo)

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વઘતી હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ત્યારે બિહારની સરકારે આવી ઘટના અટકાવવા એક નિર્ણય કર્યો છે. બિહારમાં કેબિનેટે માતા પિતાની સેવા નહીં કરનાર યુવાનો માટે સજાની જોગવાઈ કરી છે. બિહારની કેબિનેટે આજે યોજાયેલી બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. સીએમ નીતિશકુમારની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં કુલ 17 જેટલા નિર્ણય પર મંજૂરીની મહોર મારવામાં આવી.

દારૂબંધી બાદ મહત્વનો નિર્ણય

આ કેબિનેટ બેઠકમાં દારૂ બંધી અને દહેજ બંધી બાદ વધુ એક સામાજિક દૂષણ અટકાવવા માટે રાજ્ય સરકારે પગલાં લીધા છે. મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં બાળકો માટે માતા પિતાની સેવા ફરજિયાત કરવામાં આવી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યમાં જે યુવાનો પોતાના માતાપિતાની સેવા નહીં કરે તેમણે જેલમાં જવું પડશે. આ સાથે બિહાર કેબિનેટે CM વૃદ્ધા પેન્શન યોજનાને હવે રાઇટ ટૂ સર્વિસ એક્ટમાં સામેલ કરવાનો નિર્ણય પણ કર્યો છે.

નીતિશ સરકારના વખાણ

નીતિશ સરકારના આ નિર્ણયને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝન નીતિશકુમારની સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. લોકોનું માનવું છે કે સરકારના આ પ્રકારના નિર્ણયથી હવે યુવાનો ડરીને પણ પોતાના માત પિતાને ઘરમાં સાથે જ રાખશે.

આ પણ વાંચોઃ મૃત યુવકને દફનવિધિ માટે લઈ જતી વખતે જીવતો થયો

સરકારી નોકરીનો નિર્ણય

આ ઉપરાંત કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે પુલવામામાં બિહારના બે જવાનો શહીદ થયા હતા. જ્યારે કુપવાડામાં થયેલા આતંકી હુમલામાં બેગુસરાયના એક જવાન શહીદ થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK