Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીસભામાં નીતીશ કુમાર પર પથ્થર અને કાંદા ફેંકાયા, વીડિયો વાયરલ

ચૂંટણીસભામાં નીતીશ કુમાર પર પથ્થર અને કાંદા ફેંકાયા, વીડિયો વાયરલ

03 November, 2020 05:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચૂંટણીસભામાં નીતીશ કુમાર પર પથ્થર અને કાંદા ફેંકાયા, વીડિયો વાયરલ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્ય પ્રધાન નીતીશકુમાર (Nitish Kumar) ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. ચૂંટણીસભામાં નીતીશકુમાર પર ચાલુ ભાષણે દરમિયાન ભીડમાંથી એક યુવકે પથ્થર ફેંક્યો હતો. નીતીશ પર કાંદા પણ ફેંકવામાં આવ્યા હતા.




નીતીશકુમાર પર પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો. પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરતા કહ્યું હતું કે, બિહારમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. દારૂની તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી. નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુસ્સાથી લાલઘુમ નીતીશ કુમારે કહ્યું હતું કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો.

આ ઘટના છતાં નીતીશ કુમારે પોતાનું ભાષણ યથાવત રાખ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK