પતિ હતો બહારગામ, અહીં ગર્ભવતી થઈ પત્ની, કહ્યું-સપનામાં આવતા હતા એ...

Published: Oct 22, 2019, 13:33 IST | ભાગલપુર

પતિ હતો પરદેશમાં અને બિહારમાં તેની પત્ની ગર્ભવતી થઈ ગઈ. જ્યારે તેને પુછવામાં આવ્યું તો તેણે કાંઈક આવો જવાબ આપ્યો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

'સપનામાં આવતો હતો પતિ, એટલે થઈ ગઈ ગર્ભવતી', આવું કહેવું છે બિહારના ભાગલપુરમાં રહેનારી એક મહિલાનું. જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલા શનિવારે ભાગલપુર ઝોનના ડીઆઈજી વિકાસ વૈભવને મળી અને તેને જણાવ્યું કે તેનો ભાઈ છેલ્લા સાત મહિનાથી કોલકાતામાં રહેતો હતો અને અહીં તેની ભાભી ગર્ભવતી થઈ ગઈ. આખરે કેવી રીતે? મહિલાએ ડીઆઈજી વિકાસ વૈભવ પાસે પોતાની ભાભીમાં પેટમાં ઉછરી રહેલા બાળકના ડીએનએની તપાસની માંગ કરી છે.

મહિલાએ જણાવ્યું કે તેના મોટા ભાઈના લગ્ન પાંચ વર્ષ થયા હતા. તેમને બે વર્ષની એક દિકરી પણ છે. સાત મહિના પહેલા તેનો ભાઈ કમાવા માટે કોલકાતા ગયો હતો. જ્યારે નવ સપ્ટેમ્બરે તે ઘરે પાછો આવ્યો તો તેને ખબર પડી કે તેની પત્ની ત્રણ મહિનાથી ગર્ભવતી છે.

મહિલાના ગર્ભવતી થવાની વાત ખબર પડતા તેના પરિવારજનો માનવા માટે તૈયાર નથી. મહિલાની નણંદનો આરોપ છે કે આ બધુ ખબર પડ્યા બાદ તેની ભાભીએ ઘરના લોકોને ધમકી દીધી કે તેને ઘરમાં રાખવું પડશે, નહીં તો તેમને ખોટા મામલામાં ફસાવી દેશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, જ્યારે ઘરના લોકો મહિલાને રાખવા માટે તૈયાર ન થયા, તો ગામમાં પંચાયત બેસાડવામાં આવી. આ દરમિયાન જ્યારે મહિલાને પુછવામાં આવ્યું તે આ બાળક કોનું છે, ત્યારે તેણે કહ્યું કે આ બાળક તેના પતિનું જ છે. આ બાદ તેણે તર્ક આપ્યું કે તેના પતિ તેના સપનામાં આવતા હતા, એટલે ગર્ભ રહી ગયો.

આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

જો કે જ્યારે મહિલાના મોબાઈલની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેમાં એક છોકરાનો નંબર હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એ છોકરાનો મહિલા સાથે સંબંધ હતો અને ગર્ભમાં રહેલું બાળક તેનું જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK