બિહાર-આસામ પૂરથી લોકો બેહાલ, 17ના મોત

Published: Jul 14, 2019, 14:35 IST

ભારતના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તારાજીમાંથી બિહાર અને આસામ પણ બાકી નથી. આસામમાં હાલ ભારે વરસાદના કારણે પૂરનો માહોલ સર્જાયો છે.

બિહાર-આસામ પૂરથી લોકો બેહાલ
બિહાર-આસામ પૂરથી લોકો બેહાલ

ભારતના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તારાજીમાંથી બિહાર અને આસામ પણ બાકી નથી. આસામમાં હાલ ભારે વરસાદના કારણે પૂરનો માહોલ સર્જાયો છે. પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. બિહારમાં ગંડક, કોસી સહિત 5 નદીઓના પાણી 2 કાંઠે વહી રહ્યાં છે. નદીઓના જળસ્તર ખતરાના નિશાન ઉપરથી વધી રહ્યાં છે.

બિહારના 6 જિલ્લાઓનાં લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના કાઝીરંગા નેશનલ પાર્કનો 70 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. બિહારના વ્યવસ્થા વિભાગના મુખ્ય સચિવે કહ્યું હતું કે નદીઓના જળસ્તર વધતા સીતામઢી, ચંપારણ, અરરિયા, મધુબની, કિશનગંજ અને શિવહર જિલ્લાઓને સૌથી વધારે અસર જોવા મળી રહી છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પૂરના કારણે 7 ટ્રેન રદ થઈ છે.

આ પણ વાંચો: વિવાદ વચ્ચે નવજોત સિંહે આપ્યું પ્રધાન પદેથી રાજીનામું

આસામમાં પણ વરસાદના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસામના 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રેસ્ક્યૂ ટીમોએ લગભગ 20 હજાર લોકોને 68 કેમ્પમાં પહોંચાડ્યા હતા. વરસાદના કારણે બારપેટા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં પાંચ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફોન કરીને પૂરની સ્થિતિ અંગે માહિતી આપી. અમિત શાહે પૂરની સ્થિતિ માટે ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી હતી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK