Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લંડનમાં નવા વર્ષે અડધી રાત્રે ફરી ગુંજશે બિગબેનના ઘંટનો અવાજ

લંડનમાં નવા વર્ષે અડધી રાત્રે ફરી ગુંજશે બિગબેનના ઘંટનો અવાજ

22 December, 2018 06:05 PM IST |

લંડનમાં નવા વર્ષે અડધી રાત્રે ફરી ગુંજશે બિગબેનના ઘંટનો અવાજ

નવા વર્ષે ફરી ગુંજશે બિગબેનનો અવાજ

નવા વર્ષે ફરી ગુંજશે બિગબેનનો અવાજ


બ્રિટેનમાં ક્રિસમસ અને નવા વર્ષનો માહોલ બનેલો છે. રસ્તાઓ ઝગમગી રહ્યા છે, બજાર ક્રિસમસ ટ્રી અને સજાવટના સામાનથી ભરાયેલું છે, લોકો રજાઓનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે વધુ એક ખુશખબર લંડનવાસીઓ માટે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની અડધી રાત્રે લંડન શહેરમાં બિગ બેનના ઘંટના આવાજ ગુંજતી સંભળાશે.



રાત્રે 12 વાગ્યે 12 વાર ગુંજશે ઘંટનો અવાજ

લંડન શહેરની ઓળખ એવી બિગ બેન ફરી ચાલવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક સમયથી સમારકામ માટે બિગ બેનને બંધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જ્યારે દુનિયા નવા વર્ષની ખુશીમાં આનંદ મનાવી રહી હશે, ત્યારે જ રાત્રે 12 વાગ્યે 12 વાર બિગ બેનનો અવાજ ગુંજશે.





જાણો બિગ બેનની ખાસિયત


બિગ બેન 159 વર્ષ જૂની ઘડિયાળ છે. બિગ બેનનું આધિકારીક નામ એલિઝાબેથ ટાવર છે. જેને સમારકામ અને સંરક્ષણના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ જૂની ઘડિયાળને સંરક્ષિત કરવા માટે મૉડર્ન ટેક્નિકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બિગ બેન આગામી અનેક વર્ષો માટે સુરક્ષિત થઈ જશે.

આ પહેલા આ ઘડિયાળને ગ્રેટ બેલના નામથી ઓળખવામાં આવતી હતી. 2012માં એલિઝાબેથ દ્વીતીયના  જન્મદિવસે તેનું નામ બદલીને એલિઝાબેથ ટાવર કરી દેવામાં આવ્યું હતું. બિગ બેનના નામથી આ ઘડિયાળ જાણીતી છે. જે લંડનના વેસ્ટમિંસ્ટર પેલેસ પર લગાવવામાં આવી છે. 2019માં બિગ બેન 160 વર્ષની થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2018 06:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK