Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ

મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ

14 January, 2021 02:33 PM IST | Mumbai
Mumbai correspondent

મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ

તસવીર સૌજન્ય જાગરણ (પ્રતીકાત્મક તસવીર)

તસવીર સૌજન્ય જાગરણ (પ્રતીકાત્મક તસવીર)


મીરા રોડ અને ભાઈંદરમાં ઝડપથી વસતિ વધી રહી હોવાથી અહીં વાહનો પણ વધ્યાં હોવાને લીધે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. રસ્તાઓ પહેલાં હતા એટલા જ છે, પણ વાહનો વધવાથી થઈ રહેલી મુશ્કેલીના ઉકેલ માટે મીરા-ભાઈંદર પાલિકાએ નવતર પ્રયોગ વિચાર્યો છે. વિદેશની જેમ અહીં સાઇકલ શેરિંગ સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. શહેરના વિવિધ સ્થળે સાઇકલ સ્ટેન્ડ ઊભાં કરાશે અને લોકોને ફ્રીમાં સાઇકલની સર્વિસ અપાશે.
પાલિકામાં ઠરાવ પસાર થશે તો ૮૦૦૦ સાઇકલ ખરીદવામાં આવશે. કોઈ સંસ્થા આગળ આવશે તો ઠીક, નહીં તો પાલિકા આ સિસ્ટમ ચલાવશે. ૧૦૦ વ્યક્તિ પાછળ ૧ સાઈકલના હિસાબે અત્યારની વસતિને ધ્યાનમાં રાખીને પાલિકાએ સાઇકલ સિસ્ટમનો વિચાર કર્યો છે.
ફ્રીમાં કોઈને સાઇકલ આપીએ તો એ ચોરી થવાની શક્યતા હોવાથી ઑટોમેટિક ડિજિટલ સિસ્ટમથી લોકોને સાઇકલ અપાશે. આથી જે સાઇકલ લઈ જશે તેની પૂરી માહિતી પાલિકા અથવા જે સંસ્થા આ શેરિંગ સિસ્ટમ ચલાવશે એની પાસે રહેશે. સાઇકલ રાખવા માટે શહેરભરમાં મહત્ત્વનાં સ્થળોએ સાઇકલ સ્ટેન્ડ ઊભાં કરાશે.
સાઇકલ શેરિંગ સિસ્ટમના પ્રસ્તાવ મુજબ શરૂઆતના તબક્કામાં ૨૦ ફુટ લાંબા અને ૫ ફુટ પહોળા નાનકડા સાઇકલ સ્ટૅન્ડ બનાવાશે. સાઇકલોની સંખ્યામાં વધારો થયા બાદ આ સાઈઝમાં વધારો કરાશે. સાઇકલ પર ઍડ્વર્ટાઈઝ કરીને આવક રળવામાં આવશે. જોકે આ વિચાર બહુ જ સારો હોવાનું કહીને સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અમારે ત્યાં આને માટે અલગથી સાઇકલિંગ ટ્રેક ન હોવાથી રસ્તા પર સાઇકલ ચલાવવી ચેલેન્જ થઈ જશે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર બાલાજી ખતગાંવકરે ૨૦૧૯માં આ સાઇકલ સિસ્ટમ તૈયાર કરી હતી. તેમની બદલી કરાયા બાદ અત્યારના કમિશનર ડૉ. વિજય રાઠોડ આ સિસ્ટમને આગળ લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે સાઇકલિંગને લીધે પર્યાવરણનું રક્ષણ થશે, ફ્યુઅલની બચત થશે તેમ જ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ પ્રસ્તાવ જો પસાર થઈ જશે તો એનો અમારા મીરા-ભાઈંદરના લોકોને બહુ જ ફાયદો થશે.
મીરા રોડ અને ભાઈંદર નાનકડા પટ્ટામાં સમાયેલું હોવાથી લોકો એકથી બીજા સ્થળે સાઇકલ ચલાવીને આરામથી પહોંચી શકશે, જેનાથી રસ્તા પર વાહનો ઓછાં થવાથી ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત થશે. પાલિકાની આ પહેલને પોલીસ વિભાગ પણ સપોર્ટ આપશે એટલે પાલિકામાં ૧૫ જાન્યુઆરીની મહાસભામાં આ પ્રસ્તાવ મંજૂર થાય છે કે નહીં એના પર બધાની નજર છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 02:33 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK