ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટનો માસિક ધર્મ તપાસનો મુદ્દો ગૃહમાં ઊછળ્યો

Published: Feb 28, 2020, 11:56 IST | Mumbai Desk

કૉલેજના સંચાલકોએ સંસ્થાના માસિક ધર્મ પાળવાના નીતિ-નિયમોમાં ફેરફાર કરવાની રાષ્ટ્રીય મહિલા આયોગને લેખિત ખાતરી આપી હતી.

Bhujs Sahajanand Girls Institute menstruation issue raised in parliament
Bhujs Sahajanand Girls Institute menstruation issue raised in parliament

કચ્છની રાજધાની ભુજમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારીને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. આ મામલો આજે પ્રશ્નોત્તરી દરમિયાન વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. કૉન્ગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ સરકાર પર આક્ષેપ કરીને સરકારની નીતિ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. જોકે આ મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઉત્તર આપીને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ હોવાની માહિતી આપી હતી.

૧૧ ફેબ્રુઆરીએ વસ્ત્રો ઊતરાવીને છાત્રાઓના માસિક ધર્મની ચકાસણી કરાયાની શરમજનક અને ક્રૂર હરકતથી રાજ્યકક્ષાએ ખળભળાટ મચી ગયો હતો. બનાવને ગંભીરતાથી લઈ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દોડી ગઈ હતી. એ ડિવિઝન પોલીસે પ્રિન્સિપાલ, કો-ઑર્ડિનેટર અને શિક્ષક, પ્યુન સામે નામજોગ ફરિયાદ નોંધી બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. કૉલેજના સંચાલકોએ સંસ્થાના માસિક ધર્મ પાળવાના નીતિ-નિયમોમાં ફેરફાર કરવાની રાષ્ટ્રીય મહિલા આયોગને લેખિત ખાતરી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK