Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં ઘૂસેલા 24 પાકિસ્તાનીની શોધખોળ ચાલી રહી છે

કચ્છમાં ઘૂસેલા 24 પાકિસ્તાનીની શોધખોળ ચાલી રહી છે

17 August, 2020 01:00 PM IST | Bhuj
Utsav Vaidh

કચ્છમાં ઘૂસેલા 24 પાકિસ્તાનીની શોધખોળ ચાલી રહી છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એકતરફ કચ્છના કાંઠાળ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારત -પાકિસ્તાન વચ્ચેની પશ્ચિમી જળસીમાએ,કુખ્યાત હરામીનાળા પાસેથી સરહદી સલામતી દળની ચોકિયાત ટુકડીએ ચાર પાકિસ્તાની ફિશિંગ બોટ સાથે એક ઘૂસણખોરને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે.

હાલે જયારે આખરની સીઝન ચાલી રહી છે અને અરબી સમુદ્ર ભારે તોફાની છે તેવા સંજોગોમાં પણ ભારતીય સીમામાં ઘુસી આવેલો આ ઘૂસણખોર કોઈ ‘મિશન'પર આવ્યો હોવાની સંભાવના સુરક્ષા દળોએ વ્યક્ત કરી હતી.ચાર જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટમાં એક જ ઘૂસણખોર હોય તે શક્ય નથી તેથી બીજા અંદાજે બે ડઝન જેટલા ઘૂસણખોરો આસપાસના ક્રીક વિસ્તારમાં છુપાયા હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે તેથી સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.હાલે વરસાદ હોઈ,સમગ્ર હરામીનાળા અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ભારે કાદવ-કીચડ હોઈ,શોધખોળની કાર્યવાહીમાં સરહદી સલામતી દળના જવાનોને મુશ્કેલી પડી રહી છે.



પાકિસ્તાને તાજેતરમાં કચ્છની સરક્રીક પર પોતાનો દાવો રજૂ કર્યો છે ત્યારે આ સંવેદનશીલ વિસ્તારમાંથી ઘુસણખોરનું પકડાવું તે એક મોટી ઘટના ગણી શકાય. 


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 01:00 PM IST | Bhuj | Utsav Vaidh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK