Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મગરભાઈ ફરી રહ્યા છે કચ્છમાં...

મગરભાઈ ફરી રહ્યા છે કચ્છમાં...

01 September, 2020 06:54 AM IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મગરભાઈ ફરી રહ્યા છે કચ્છમાં...

તસવીર : ઉત્સવ વૈદ્ય

તસવીર : ઉત્સવ વૈદ્ય


કચ્છમાં આ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને લગભગ તમામ જળાશયોમાં પૂરતાં પાણી ભરાઈ ચૂક્યાં છે ત્યારે લોકોની સાથે-સાથે મગર પણ જાણે ગેલમાં આવી ગયા હોય એમ ઠેર-ઠેર રસ્તા ઓળંગી રહ્યા છે અને કેટલાંક સ્થળોએ તો ઘરમાં પણ ઘૂસી રહ્યા છે. ભુજના નરનારાયણ નગર અને રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતેના બે રહેણાક મકાનોમાં વરસાદનાં પાણી સાથે મગર પણ ઘૂસી આવતાં આ વિસ્તારના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. એવી જ રીતે ભુજથી ૨૫ કિલોમીટર દૂર દેશલપર પાસેના વાંઢાય પાસે લોકોને મગરને રસ્તો ઓળંગીને તળાવની પાળ ચડીને તળાવમાં ખાબકતો જોવા મળતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મોજથી રસ્તો ઓળંગતા મગરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 06:54 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK