ભોપાલ: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 4 લાપતા

Updated: Sep 13, 2019, 08:39 IST

દેશભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જનનો ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ભોપાલમાં કેટલાક પરિવારો માટે આ દિવસ માતમમાં ફેરવાયો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જન સમયે એક બોટ પલટી જતા 11 લોકોને પોતાનો જીવ ગુમાવવો

દેશભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જનનો ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ભોપાલમાં કેટલાક પરિવારો માટે આ દિવસ માતમમાં ફેરવાયો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જન સમયે એક બોટ પલટી જતા 11 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે જ્યારે 4 લોકો હજુ પણ લાપતા છે. જો કે 5 લોકોને બચાવવામાં આવ્યા છે. પ્રદેશના જનસંપર્ક પ્રધાન પીસી શર્માએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ થશે અને મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગણપતિની મૂર્તિ જે તળાવમાં ઉતારવામાં આવી છે અને નાવડી નાની હતી જ્યારે મૂર્તિ ઘણી મોટી હતી. વિસર્જન માટે પાણીમાં નાવડીને ઉતારતી વખતે એક તરફ નમી અને ઉંધી થઈ ગઈ. આ દરમિયાન બોટમાં સવાર શ્રદ્ધાળુઓઓ મૂર્તિની નીચે આવી ગયા હતાં. 11 લોકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 4 લોકોની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: ગુજરાત વરસાદ: છલકાયો નર્મદા ડૅંમ, જળસપાટી પહોંચી 137 મીટર

ઘટનામાં લાપતા થયેલા લોકને બચાવવા માટે SDRFની ટીમ કામ કરી રહી છે. જે 11 લોકોના મોત થયા છે તે પિપલાનીના 1100 ક્વાર્ટર્સના રહેવાસી માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા સાથે પ્રસાશન દોડતુ થયું હતુ અને તરત જ રેસ્ક્યૂ કામ હાથ ધરાયું હતું જેના કારણે 5 લોકોને બચાવી શકાયા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK