લૉકડાઉન (Lockdown) દરમિયાન ભિવંડી રેલવે સ્ટેશન (Bhiwandi Railway Station) પાર્સલ હબ (Parcel Hub) તરીકે વિકસિત થયું છે. છેલ્લા 17 દિવસમાં ભિવંડીથી 1315.15 ટન સામાન રેલ માર્ગથી દેશના જુદાં જુદાં ખૂણે મોકલવામાં આવ્યો છે. રેલ વિભાગ પ્રમાણે, ત્રણ અઠવાડિયામાં ભિવંડીથી શાલીમાર માટે 3 પાર્સલ ટ્રેન, ખેડૂત રેલ સાથે જોડાઇને 3 પાર્સલ ટ્રેન દાનાપુર અને પટના મોકલવામાં આવી છે. તો 10થી 27 સપ્ટેમ્બર વચ્ચે 8 પાર્સલ ટ્રેનો ભિવંડી રોડથી સ્ટેશન મોકલવામાં આવી છે, જેમાં 78,925 પેકૅજમાં 1315.15 ચન સામાન હતો. 27 સપ્ટેમ્બરના રેલવેએ 15,648 પેકેજ સાથે એક દિવસમાં રેકૉર્ડ 321.66 ટન પાર્સલની લોડિંગ કરી છે.
જણાવવાનું કે લૉકડાઉન પહેલા ભિવંડીથી દરરોજ સેંકડો ટ્રક સામાન લઈને દેશના વિભિન્ન ખૂણાઓ તરફ રવાના થતાં હતા. રેલવેએ લૉકડાઉનના અવસરનો લાભ ઉઠાવતા ભિવંડીને એક મોટા પાર્સલ હબ તરીકે વિકસિત કરી લીધું છે. રેલવે દ્વારા ટ્રેન ઉપલબ્ધ કરાવવા અને ઓછા સમયમાં સામાનની ડિલીવરી કરાવવાને કારણે દેશની મોટી કંપનીઓની પસંદ પણ રેલ માર્ગ બની રહ્યો છે. ગોદરેજ, ઓનિડા, એલજી, બજાજ, પારલે-જી, હિંદુસ્તાન લીવર, ડેલ-મોંટ જેવા લોકપ્રિય બ્રાન્ડને ફર્નીચર, રેફ્રિજરેટર, ઇલેક્ટ્રોનિક આઇટમ, ખાદ્ય ઉત્પાદ, દવાઓને રેલ માર્ગ દ્વારા અન્ય સ્થળોએ મોકલવામાં આવે છે. મુંબઇલ મંડલ પર ભિવંડી રોડ રેલવે સ્ટેશન મધ્ય રેલના વસઇ-દિવા-પનવેલ માર્ગે સ્થિત છે. આ ઉત્તર-દક્ષિણ રેલવે અવરજવરનું કનેક્ટિંગ પૉઇંટ છે અને રેલવે સાથે જેએનપીટી પૉર્ટને પણ જોડે છે.
ભિવંડીમાં ગાડી સામસામે આવી જતાં પાછળ લેવાના વિવાદમાં ફાયરિંગ
24th January, 2021 10:02 ISTભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTભિવંડીમાં ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાં શિવસેનાના નેતા પર ફાયરિંગ
4th January, 2021 11:54 ISTસિનિયર સિટિઝનને નિશાન બનાવતી ઈરાની ગૅન્ગ પકડાઈ
18th December, 2020 06:43 IST