ભાવનગર, ઓખા અને ઇન્દોર માટે વીકલી સ્પેશ્યલ ટ્રેનો શરૂ

Published: Nov 29, 2013, 02:57 IST

વેસ્ટર્ન રેલવેએ દિવાળીની રજા દરમ્યાન ખાસ શરૂ કરેલી સ્પેશ્યલ ટ્રેનોને પૅસેન્જરોના ધસારાને પગલે ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે જેમાં ભાવનગર, ઓખા અને ઇન્દોર માટે વીકલી સ્પેશ્યલ ટ્રેનોનો સમાવેશ થાય છે.બાંદરા ટર્મિનસથી ભાવનગર માટે (૦૯૨૩૧) વીકલી સ્પેશ્યલ ટ્રેન દર સોમવારે બપોરના ૧.૧૫ વાગ્યે બાંદરા ટર્મિનસથી છૂટશે જે બીજા દિવસે વહેલી સવારે ૬ વાગ્યે ભાવનગર પહોંચશે. એ મુજબ દર રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ભાવનગરથી (૦૯૨૩૨)  ટ્રેન ઊપડશે જે બીજા દિવસે સવારે ૭.૩૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વીરમગામ, જોરાવરનગર, બોટાદ, ધોળા અને સોનગઢ સ્ટેશન પર બન્ને દિશામાં થોભશે. આ ટ્રેનને ૩૦ ડિસેમ્બર ૨૦૧૩ સુધી લંબાવવામાં આવી છે.

બાંદરા ટર્મિનસથી ઓખા માટે (૦૯૫૬૧) વીકલી સ્પેશ્યલ ટ્રેન દર બુધવારે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યે બાંદરા ટર્મિનસથી ઊપડશે જે ગુરુવારે રાતના જ ૯.૧૦ વાગ્યે ઓખા પહોંચશે. એ મુજબ જ ઓખાથી (૦૯૫૬૨) દર મંગળવારે સવારના ૧૧.૨૫ વાગ્યે ટ્રેન ઊપડશે જે બીજા દિવસે સવારે ૭.૩૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનની સર્વિસને ૩૧ ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. આ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા હૉલ્ટ કરશે.

બાંદરા ટર્મિનસથી ઇન્દોર (૦૯૩૦૧) માટે દર સોમવારે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે જે દર સોમવારે બપોરના ૧૨.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસથી છૂટશે જે બીજા દિવસે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ઇન્દોર પહોંચશે. આ સર્વિસને ૩૦ ડિસેમ્બર સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. વળતી દિશામાં આ ટ્રેન (૦૯૩૦૨) ઇન્દોરથી દર રવિવારે સાંજે ૫.૨૫ વાગ્યે છૂટશે જે બીજા દિવસે સવારે ૧૦.૪૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન બોરીવલી, બોઈસર, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન અને દેવાસ સ્ટેશન પર હૉલ્ટ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK