ભારત રત્ન કોને મળી શકે?

Published: 25th December, 2014 03:04 IST

દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની શરૂઆત ૧૯૫૪થી કરવામાં આવી હતી. કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી અને અસાધારણ સેવાના સન્માન સ્વરૂપે આ પુરસ્કાર આપવામાં આવે છે. વંશ, વ્યવસાય, હોદ્દો કે જાતિગત ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિને આ પુરસ્કાર આપવામાં આવે છે.bharat ratnaકોઈ પણ વ્યક્તિને ભારત રત્ન આપવાની ભલામણ વડા પ્રધાન રાષ્ટ્રપતિને કરે છે. એ માટે કોઈ ઔપચારિક વિધિ જરૂરી નથી હોતી. દર વર્ષે મહત્તમ ત્રણ વ્યક્તિઓને આ પુરસ્કાર આપી શકાય છે. ભારત રત્ન પુરસ્કારના વિજેતાને રાષ્ટ્રપતિની સહીવાળું માનપત્ર અને એક ચંદ્રક આપવામાં આવે છે. એમાં કોઈ નાણાકીય ભેટ આપવામાં નથી આવતી.

બંધારણની કલમ ક્રમાંક ૧૮ (૧)ની જોગવાઈ અનુસાર આ પુરસ્કાર પ્રાપ્ત કરનારી વ્યક્તિ એનો ઉપયોગ પોતાના નામની આગળ કે પાછળ લગાડીને કરી નથી શકતી. જોકે અવૉર્ડ વિજેતાને એવું લાગે કે આમ કરવું જરૂરી છે.

તો એનો ઉપયોગ એમના બાયો-ડેટા કે લેટર હેડ કે વિઝિટિંગ કાર્ડ વગેરેમાં કરી શકે છે, જેથી એમને ભારત રત્ન આપવામાં આવ્યો છે એ જણાવી શકાય.

અત્યાર સુધીમાં ભારત રત્નની નવાજેશ કોને-કોને થઈ છે?

મદન મોહન માલવિય અને અટલ બિહારી વાજપેયી ભારત રત્નથી વિભૂષિત હોય તેવા અનુક્રમે ૪૪મા અને ૪૫મા મહાનુભાવો બન્યા છે. અગાઉ જેમનું આ પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું તેમનાં નામ નીચે મુજબ છે:


નામ

વર્ષ

૧) સી. રાજગોપાલાચારી

૧૯૫૪

૨) સર્વપલ્લી રાધાકૃષ્ણન

૧૯૫૪

૩) સી. વી. રમન

૧૯૫૪

૪) ભગવાન દાસ

૧૯૫૫

૫) મોક્ષગુંદમ વિશ્વેશ્વરાયા

૧૯૫૫

૬) જવાહરલાલ નેહરુ

૧૯૫૫

૭) ગોવિંદ વલ્લભ પંત

૧૯૫૭

૮) ધોંડો કેશવ કર્વે

૧૯૫૮

૯) બિધાનચંદ્ર રૉય

૧૯૬૧

૧૦) પુરુષોત્તમદાસ ટંડન

૧૯૬૧

૧૧) રાજેન્દ્ર પ્રસાદ

૧૯૬૨

૧૨) ઝાકિર હુસૈન

૧૯૬૩

૧૩) પાંડુરંગ વામન કાણે

૧૯૬૩

૧૪) લાલ બહાદુર શાસ્ત્રી

૧૯૬૬

૧૫) ઇન્દિરા ગાંધી

૧૯૭૧

૧૬) વી. વી. ગિરિ

૧૯૭૫

૧૭) કે. કામરાજ

૧૯૭૬

૧૮) મધર ટેરેસા

૧૯૮૦

૧૯) આચાર્ય વિનોબા ભાવે

૧૯૮૩

૨૦) ખાન અબ્દુલ ગફાર ખાન

૧૯૮૭

૨૧) એમ. જી. રામચંદ્ર

૧૯૮૮

૨૨) બી. આર. આંબેડકર

૧૯૯૦

૨૩) નેલ્સન મન્ડેલા

૧૯૯૦

૨૪) રાજીવ ગાંધી

૧૯૯૧

૨૫) વલ્લભભાઈ પટેલ

૧૯૯૧

૨૬) મોરારજી દેસાઈ

૧૯૯૧

૨૭) મૌલાના અબુલ કલામ આઝાદ

૧૯૯૨

૨૮) જે. આર. ડી. તાતા

૧૯૯૨

૨૯) સત્યજિત રે

૧૯૯૨

૩૦) ગુલઝારીલાલ નંદા

૧૯૯૭

૩૧) અરુણા અસફ અલી

૧૯૯૭

૩૨) એ. પી. જે. અબ્દુલ કલામ

૧૯૯૭

૩૩) એમ. એસ. સુબ્બુલક્ષ્મી

૧૯૯૮

૩૪) ચિદમ્બરમ સુબ્રમનીયમ

૧૯૯૮

૩૫) જયપ્રકાશ નારાયણ

૧૯૯૯

૩૬) અમત્ર્ય સેન

૧૯૯૯

૩૭) ગોપીનાથ બારડોલોઈ

૧૯૯૯

૩૮) પંડિત રવિશંકર

૧૯૯૯

૩૯) લતા મંગેશકર

૨૦૦૧

૪૦) ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન

૨૦૦૧

૪૧) ભીમસેન જોશી

૨૦૦૯

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK