સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનની એક્સપર્ટ કમિટીએ ગઈ કાલે ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ રસીના પણ ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનની ભલામણ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)ને કરી હતી. શુક્રવારે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી ‘કોવિશિલ્ડ’ માટે સિરમ ઇન્સ્ટિટ્યુટની અરજીને આધારે તેના ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનની ભલામણ કર્યા પછી ગઈ કાલે વધુ એક વૅક્સિનને મંજૂરી મળતાં કોરોના રોગચાળાની તંગદિલી ઘટશે. કમિટીએ અમદાવાદની કેડિલા હેલ્થકૅરની રસીને ત્રીજી ટ્રાયલ માટે પણ મંજૂરી આપી હતી.
શુક્રવારે એક્સપર્ટ કમિટીની મીટિંગમાં ભારત બાયોટેકની વૅક્સિન સંબંધી માહિતી અધૂરી જણાતાં વધારે માહિતી સાથે ગઈ કાલે એ કંપનીના અધિકારીઓને બોલાવ્યા હતા તેમ જ એને શરતી મંજૂરી આપી છે. જેમાં વાઇરસના નવા સ્વરૂપ હોય ત્યારે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.
એક્સપર્ટ કમિટી તરફથી સૌપ્રથમ લીલી ઝંડી મેળવનારી પહેલી રસી ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા-સિરમ ઇન્સ્ટિટ્યુટની ‘કોવૅક્સિન’ બની હતી. એ જ રીતે ગઈ કાલે ભારત બાયોટેકની ‘કોવૅક્સિન’ને પણ ઇમર્જન્સી ઑથોરાઇઝેશન માટે એક્સપર્ટ કમિટીની લીલી ઝંડી મળી હતી. હવે ડીજીસીઆઇની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
એક્સપર્ટ કમિટીને સૌથી પહેલાં ૪ ડિસેમ્બરે અમેરિકાની ફાઇઝર કંપનીએ, ત્યાર પછી ૬ ડિસેમ્બરે સિરમ ઇન્સ્ટિટ્યુટે અને ૭ ડિસેમ્બરે ભારત બાયોટેક કંપનીએ તેમની રસીના ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન માટે અરજીઓ કરી હતી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 ISTદેશમાં કોરોના રસીકરણના 11 દિવસ, આટલા આરોગ્ય કર્મચારીઓને અપાઈ વેક્સિન
27th January, 2021 08:42 IST10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST