Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભદોહીમાં દલિત કિશોરીનું માથુ કચડીને કરી હત્યા

ભદોહીમાં દલિત કિશોરીનું માથુ કચડીને કરી હત્યા

01 October, 2020 08:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભદોહીમાં દલિત કિશોરીનું માથુ કચડીને કરી હત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશમાં એક પછી એક મહિલાઓ વિરુદ્ધ ગુનાની ઘટનાઓ સામે આવી રહી છે. હાથરસ મામલે આખો દેશ ઉકળી રહ્યો છે. એવામાં ભદોહી જિલ્લાના દલિત કિશોરી સાથે દરિંદગીની ઘટના સામે આવી છે. જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાં 14 વર્ષિય દલિત કિશોરીનુ માથુ કચડીને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આ કેસમાં બળાત્કારની સંભાવના છે.

માહિતી અનુસાર, ભદોહી જિલ્લાના ગોપીગંજ કોતવાલી વિસ્તારમાં રહેતી 14 વર્ષિય દલિત કિશોરી ગુરુવારે બપોરે તેના ઘરથી થોડે દૂર આવેલા બજારના ખેતરમાં મળી આવી હતી. હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે.. પરિવારે જણાવ્યું હતું કે બળાત્કાર બાદ પુત્રીની હત્યા કરવામાં આવી હતી. શરીરમાંથી કપડા ગાયબ હતા તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સ્થળના એસપી રામબદન સિંહ અને થોડા સમય પછી આઈજી પિયુષ બરનવાલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.



કિશોરી દિવસના એક વાગ્યે ટૉયલેટ માટે ખેતરમાં ગઈ હતી. લગભગ એક કલાક પછી, તે પરત ન આવતાં પરિવારજનો ચિંતિત હતા. આજુબાજુની શોધખોળ કર્યા પછી, તે ઘરથી થોડે દૂર સ્થિત બાજરાના ખેતરમાં લોહીલુહાણ અવસ્થામાં મળી હતી. તેને તાત્કાલિક ગોપીગંજ નગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.


પોલીસ કંટ્રોલરૂમ પાસેથી ઘટનાની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચ, પોલીસ સ્ટેશન અને યુપી -112 ના જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિક્ષક રામબદન સિંહે જણાવ્યું હતું કે કિશોરી ટોયલેટ ગઈ હતી.

તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળનું કારણ દુષ્કર્મ થયુ હોવાનું જણાય છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે. ક્રાઈમ બ્રાંચ અને પોલીસ ટીમ ગોઠવવામાં આવી છે.


ટૂંક સમયમાં ઘટના અંગે ચોખવટ કરવામાં આવશે. બીજી તરફ મૃતક કિશોરીની માતાએ એમ પણ કહ્યું છે કે બળાત્કાર બાદ પુત્રીની હત્યા કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK