Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કસ્ટમર કૅરના નામે આવતા મેસેજ તેમ જ ઍપ્લિકેશનથી સાવધાન

કસ્ટમર કૅરના નામે આવતા મેસેજ તેમ જ ઍપ્લિકેશનથી સાવધાન

16 March, 2020 03:18 PM IST | Mumbai Desk
Mumbai Correspondent

કસ્ટમર કૅરના નામે આવતા મેસેજ તેમ જ ઍપ્લિકેશનથી સાવધાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક સમયથી કૅક શૉપ, હોટેલ, બૅન્ક કસ્ટમર કૅર, હૉસ્પિટલ, ગૅસ એજન્સી વગેરેના નામે બોગસ હેલ્પલાઈન નંબરના માધ્યમથી છેતરાવાની ફરિયાદોમાં ધરખમ વધારો થયો હોવાથી મુંબઈ પોલીસના સાઇબર ક્રાઈમ સેલે આવા મૅસેજથી સાવધ રહેવાની ચેતવણી જારી કરી છે.
સાઇબર સેલે જારી કરેલી ચેતવણીમાં લખ્યું છે કે આજના ઇન્ટરનેટના યુગમાં લોકો મોટા પ્રમાણમાં આ માધ્યમનો ઉપયોગ કરે છે. તેઓ રોજબરોજના કામ માટે ગૂગલમાં સર્ચ કરે છે. આમ કરતી વખતે સંબંધિત સર્વિસનો કસ્ટમર કૅર કે હેલ્પલાઈન નંબર જોવા મળે છે. આ નંબર પર કૉલ કરીને આપણે માહિતી મેળવી છીએ, પરંત આનો ઉપયોગ ગુનેગારો લોકોને છેતરવા માટે કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયમાં આવા મામલામાં ધરખમ વધારો થયો છે.
આથી કોઈને એની ડેસ્ક, ટીમ વ્યુઅર કે બીજી કોઈ પણ ઍપ્લિકેશન કે કસ્ટમર કૅરનો ટેક્સ્ટ મૅસેજ કે વૉટ્‌સઍપ આવે તો એનાથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવા મૅસેજના માધ્યમથી ગુનેગારો તમારા બૅન્કની વિગતો મેળવી તમારું અકાઉન્ટ સાફ કરી દે છે.
ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાના મૅસેજનો મારો પણ આજકાલ ચાલી રહ્યો છે. વિવિધ સ્કીમ, ગિફ્ટને નામે એકસાથે હજારો લોકોને મૅસેજ મોકલવામાં આવે છે. કોઈ ઍપ્લિકેશન ડાઉનલોડ કરે ત્યારે તેની પાસેથી બૅન્ક, ઘર, ઑફિસ અને આવકની માહિતીનું ફૉર્મ ભરવાનું કહેવાય છે. કોઈ આવી માહિતી આપી દે તો તેના રૂપિયા તફડાવી લેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 03:18 PM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK