Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લોનની લપછપ: મોબાઇલમાં આવતી ઑફરની અડફેટમાં ચડ્યા તો પસ્તાવો અપાર થશે

લોનની લપછપ: મોબાઇલમાં આવતી ઑફરની અડફેટમાં ચડ્યા તો પસ્તાવો અપાર થશે

10 January, 2021 09:36 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

લોનની લપછપ: મોબાઇલમાં આવતી ઑફરની અડફેટમાં ચડ્યા તો પસ્તાવો અપાર થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાત નથી, પણ એની ચર્ચા જેટલા વિસ્તારથી થવી જોઈએ એ સ્તરે થઈ નથી, એટલે આપણે એ મુદ્દાને જોવાનો છે.

ગુજરાતી રાઇટર અભિષેક મકવાણાએ સુસાઇડ કર્યું અને એ સુસાઇડ પાછળ મોબાઇલ ઍપથી લોન આપનારાઓનું કૌભાંડ સામે આવ્યું. અભિષેકની વાત આવી ત્યારે અનેક લોકો એવા હતા જેને આ વાત સમજાઈ નહોતી, પણ પછી ધીમે-ધીમે આ પ્રકારની ઘટનાઓ વધુ માત્રામાં સામે આવવા માંડી અને એને લીધે આ આખી વાત અને એ કૌભાંડની મૉડસ ઑપરન્ડી સમજાઈ. બહુ ભયાનક આ મૉડસ ઑપરૅન્ડી છે અને માણસ ખરેખર એમાં અત્યંત કફોડી રીતે તૂટી પડે એવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. લોન આપવાના નામે તમારા મોબાઇલમાંથી બધો ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે અને એ બધો ડેટા હાથમાં આવી ગયા પછી એનો ઉપયોગ કરીને તમને બ્લૅકમેઇલ કરવામાં આવે છે. જરા ધ્યાનથી સમજી લો આ રીત. જામતારા નામના ગામમાં બેસીને તમારા અકાઉન્ટ ખાલી કરનારાઓ કરતાં પણ આ વધારે ખતરનાક લોકો છે.



૫૦,૦૦૦ રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોનના નામે એ લોકો મેસેજ અને મોબાઇલ ઍપનો ઉપયોગ કરે છે, જેમાં માત્ર તમારે બૅન્ક અકાઉન્ટ નંબર, આધાર કાર્ડ અને ઓટીપી આપવાનાં હોય છે. આ ત્રણમાંથી ઓટીપી ખતરનાક છે. એ આપવાની સાથે તરત જ તમારા મોબાઇલમાં રહેલી તમામ કૉન્ટૅક્ટ-ડિટેઇલ્સ અને બીજો ડેટા એ લોકોના મોબાઇલમાં કૉપી થઈ જાય છે. સાથે ફોટો અને બીજી અગત્યની ડેટા ફાઇલ પણ જાય, પણ એ બધામાં ધારો કે ખાસ કંઈ ન હોય તો પણ જે મોબાઇલ-નંબર તેમના હાથમાં આવે છે એનો દુરુપયોગ મોટા પાયે થાય છે.


માગવામાં આવેલી લોનની અમાઉન્ટ બૅન્કના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયાના ચોથા અને પાંચમા જ દિવસે ફોન આવવાનું શરૂ થાય છે, જેમાં રકમ પાછી માગવામાં આવે. રકમ પાછી આપી દો તો પણ ફોન ચાલુ રહે અને પઠાણી વ્યાજ માગવાનું ચાલુ થાય. એ જો આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં તો તમારા જ મોબાઇલમાંથી મળેલા મોબાઇલ-નંબર પર એટલે કે તમારી ઓળખીતી વ્યક્તિને ફોન થાય અને પેમેન્ટ ચૂકવી દેવા માટે તમને સમજાવવાનું કહેવામાં આવે અને સાથોસાથ ગંદી ગાળવાળી ધમકી સાથે કહેવામાં પણ આવે કે તેનાં ફૅમિલીની બહેન-દીકરીઓ સાથે કેવો દુર્વ્યવહાર કરવામાં આવશે. ધારો કે તમે ડરી ગયા અને તમે પેમેન્ટ ચૂકવી દીધું તો ચાર દિવસ પછી ફરીથી ફોન આવશે. આ વખતે એ તમને ફોન કરવાની સાથોસાથ તમારા મોબાઇલના અન્ય કૉન્ટૅક્ટને ફોન કરીને કહેશે કે તેને કહી દો પૈસા ચૂકવી દે. આ આખું એક વિષચક્ર ઊભું કરી દેવામાં આવે છે, જેમાં તમારા હિસ્સામાં ફસાવા સિવાય કશું બાકી રહેતું નથી. જરા વિચારો કે તમારા મોબાઇલમાં રહેલાં સગાંવહાલાંઓ કે ખ્યાતનામ માણસોને તમારા નામે આ પ્રકારના ફોન જાય અને એમાં ગંદી ધમકી આપવામાં આવે તો માણસ કેવો ખરાબ રીતે પડી ભાંગે. આ લોકોને કોઈ રીતે રોકી શકાતા નથી એટલે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે કે પોલીસ-કમ્પ્લેઇનની વાત આવે, પણ પોલીસ લાચાર છે. જે મોબાઇલ-નંબર પરથી ફોન કરવામાં આવતા હોય છે એ નંબરની વ્યક્તિને તો ખબર પણ નથી હોતી કે તેના નામે મોબાઇલ-નંબર લઈ લેવામાં આવ્યો છે. આ આખું જે કૌભાંડ છે એ બહુ મોટા પાયે આગળ વધી રહ્યું છે. બહેતર છે કે ફાલતુ અને ખોટી ઍપ્સમાં ઘૂસવાને બદલે કામ પૂરતી ઍપ્સ સાથે જ પનારો પાડો.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 09:36 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK