વાયુ વાવાઝોડા વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પહોચ્યા સોમનાથ દર્શને

Jun 13, 2019, 10:23 IST

ગુજરાતના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સોમનાથના દર્શને પહોચ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાત પરથી મોટો ખતરો ટળતા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને વિશેષ પૂજા કરી હતી.

વાયુ વાવાઝોડા વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પહોચ્યા સોમનાથ દર્શને
ફાઈલ ફોટો

ગુજરાતના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સોમનાથના દર્શને પહોચ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાત પરથી મોટો ખતરો ટળતા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને વિશેષ પૂજા કરી હતી. હવામાન વિભાગ દ્વારા મોડી રાત્રે આગાહી કરી હતી કે, વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહી પરંતુ તેની બાજુમાંથી પસાર થશે જેના કારણે આશિંક રાહત થઈ છે જો કે હજુ પણ પ્રસાશન એલર્ટ છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. આ વરસાદ 13 થી 15ની વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.

જીતુ વાઘાણી પહોચ્યા સોમનાથ દર્શને

વાવાઝોડાને પહોંચી વળવા માટે પ્રસાશન સતત ખડેપગે છે અને તમામ પ્રકારના સુરક્ષાના પગલા હાથ ધરાયા હતા જો કે વાવાઝોડુ ન ટકારાવાના કારણે ગુજરાત પ્રસાશન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીત વાઘાણી ભગવાનનો આભાર માનવા માટે સોમનાથ પહોંચ્યા હતા અને વિશેષ પૂજા કરી હતી.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

આવનારા 72 કલાક મહત્વના

હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો હતો કે, વાયુ વાવાઝોડાની ગુજરાતમાં અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. સ્કાટમેટના રિપોર્ટ અનુસાર વાયુ વાવાઝોડા દિશા બદલાતા તે ઓમાન તરફ ફંટાયું હતું જો કે વાવાઝોડાની ઝડપમાં વધારો થયો હતો. હજુ પણ આવનારા 72 કલાક સૌરાષ્ટ્ર માટે મહત્વના રહેશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK