Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખા રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ, પણ બેસ્ટની બસ પર એની ઍડ

આખા રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ, પણ બેસ્ટની બસ પર એની ઍડ

28 July, 2012 03:55 AM IST |

આખા રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ, પણ બેસ્ટની બસ પર એની ઍડ

આખા રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ, પણ બેસ્ટની બસ પર એની ઍડ


best-gutkhaગુરુવારે એફડીએના અધિકારીઓએ બેસ્ટને ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે તેમની બસોમાં ગુટકા કંપનીની જાહેરાતો મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા બદલ શા માટે એની સામે કાર્યવાહી ન કરવામાં આવે. વધુમાં નવા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ અન્વયે આવી નોટિસ રાજ્યમાં પ્રતિબંધિત પ્રોડક્ટની જાહેરાત કરતી કેટલીક જાણીતી ગુટકા કંપનીને પણ મોકલવામાં આવી છે.

 



એફડીએના જૉઇન્ટ કમિશનર (ફૂડ) સુરેશ દેશમુખે કહ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે પાનમસાલાની કેટલીક કંપનીઓ એવાં પૅમ્ફ્લેટ વહેંચી રહી છે જેમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે તેમના પાનમસાલામાં પ્રતિબંધિત મૅગ્નેશિયમ કાર્બોનેટ નથી. આમ કરીને તેઓ ગ્રાહકોને ગેરમાર્ગે નહીં દોરી શકે. રાજ્યમાં કોઈ પણ ઉત્પાદક ગુટકા તથા પાનમસાલાનું વેચાણ નહીં કરી શકે.’


બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2012 03:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK