અંધેરીમાં BESTના કર્મચારીએ 16 વર્ષની છોકરીની છેડતી કરી

Published: 1st October, 2020 14:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આરોપીએ આ છોકરી પાસે પાણી માગ્યુ હતુ અને જ્યારે છોકરીએ પાણીનો ગ્લાસ તેને આપ્યો તે વખતે તેણે જબરદસ્તી કરી હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

16 વર્ષની એક છોકરીની છેડતી કરવા બદલ અંધેરી પોલીસે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના 38 વર્ષના એક કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, આરોપીએ 27 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે નશાની હાલતમાં છોકરીની છેડતી કરી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ઓફિસરે કહ્યું કે, આરોપીએ આ છોકરી પાસે પાણી માગ્યુ હતુ અને જ્યારે છોકરીએ પાણીનો ગ્લાસ તેને આપ્યો તે વખતે તેણે છેડતી કરી હતી.

છોકરીનું કુટુંબ એક ઘરમાં ભાડેથી રહે છે જેનો ઘરમાલિક આ બેસ્ટનો કર્મચારી છે. ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કરેલી પોલીસ ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે, જ્યારે આરોપી ઘરે આવ્યો તો તેણે ઘરમાં આવીને પૂછ્યું કે ઘરે કોઈ છે કે નહીં. ઘરે કોઈ નથી એ વાતનો ફાયદો લેતા જ્યારે પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે તેણે છેડતી કરી હતી.   

પોલીસે કહ્યું કે, જે વખતે છોકરી પાણી લેવા કીચનમાં ગઈ ત્યારે આરોપી ઘરમાં આવ્યો અને તેણે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. જોકે છોકરીએ જેમ તેમ તેનાથી છૂટી પડી અને તેના વાલીને સંપૂર્ણ ઘટનાની વાત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK