પતિને પોર્ન જોવા આગ્રહ કરતી ડૉક્ટર પત્નીનો જ વીડિયો ઓનલાઇ જોવા મળ્યો

Published: Feb 05, 2020, 18:29 IST | Mumbai Desk | Bengaluru

પત્નીને પોર્ન ફિલ્મો જોવાની લત લાગેલી હોવાથી તે પતિને એવી ફિલ્મો જોતાં જોતાં તેની નકલ કરવાનું કહેતી હતી, પોતાનો જ વીડિયો ઓનલાઇન જોઇ ગયેલા પતિ સાથે લગ્ન બચાવવા જૂહાર નાખી

33 વર્ષનાં એક પુરુષને ભારે આઘાત લાગ્યો જ્યારે તેની 32 વર્ષની ડૉક્ટર પત્નીએ તેને પોતાની સાથે પોર્ન જોવા માટે આગ્રહ કર્યો. સાથે પોર્ન જોવા સુધી તો બરાબર હતું પણ તેણે પતિને કહ્યું કે જેવું પોર્ન ફિલ્મમાં થઇ રહ્યું છે તેવું તેમણે સાથે સાથે કરતા જવું પણ આ થઇ રહ્યુ હતું ત્યારે પતિને ખબર પડી કે તેની પત્ની ઓનલાઇન વીડિયોનો હિસ્સો હતી જેમાં તે બીજા પુરુષ સાથે સેક્સ કરી રહી હતી. આ સ્ત્રીએ પરિહાર ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરનો સંપર્ક કર્યો જે કમિશનર ઑફિસનો હિસ્સો છે તેવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં લખાયું હતું.

આ યુવક અને યુવતીનાં લગ્ન 2018માં થયા અને તેમણે બેંગલુરુમાં રહેવાનું શરૂ કર્યું. આ સ્ત્રીએ તેના પતિને કહ્યુ કે ભૂતકાળમાં તેનો સંબંધ એક યુવક સાથે હતો પણ તે પછીથી તેનાથી છૂટી પડી ગઇ હતી. રિપોર્ટમાં લખ્યુ હતું કે સ્ત્રી તેના પતિને પોર્ન ફિલ્મો જોઇને એવી જ બધી હરકતોની નકલ કરવાનો આગ્રહ કરતી હતી છતાં ય તેમના લગ્ન સંબધમાં બધું ઠીક ચાલી રહ્યુ હતું. જો કે પતિને આવા વીડિયોઝ જોવામાં કોઇ રસ નહોતો અને આદત પણ નહોતી.

છતાં ય તેને બહુ ભારે આઘાત લાગ્યો જ્યારે તેણે એક વીડિયોમાં પોતાની પત્નીને જ બીજા પુરુષ સાથે સંબંધ બાંધતા જોઇ. આ વીડિયો તેણે પત્નીના ફોનમાં જ જોયો. પત્નીએ દાવો કર્યો કે એ પુરુષ તેનો જૂનો બૉયફ્રેન્ડ હતો અને તે જૂના વીડિયો મોકલી તેને બ્લેકમેઇલ કરતો હતો. તેણે કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડે તો પુરાવા તરીકે રજૂ કરવા માટે આ વીડિયો સાચવી રાખ્યો હતો. જો કે તેના વરને આ બાબત ન ગમી છતાં ય તેણે પત્નીને આ વાત ભૂલી જઇને આગળની જિંદગી પર નજર કરવા કહ્યું.

જો કે જાન્યુઆરીમાં તેણે ઓનલાઇન એક એવો વીડિયો જોયો જેમાં તેની પત્ની બીજા પુરુષ  સાથે હતી. તેણે પત્નીને એ વીડિયો બતાડીને સવાલ કર્યો ત્યારે તેણે કહ્યું કે લગ્ન પહેલાં તેનાં બીજા પણ સંબંધ હતા પણ તેને નહોતી ખબર કે આ વીડિયો ઓનલાઇન પણ ઉપલબ્ધ હતો. આ પુરુષે  ત્યાર બાદ તેનાથી અલગ રહેવાનું ચાલુ કર્યું અને તેણે પરિહાર કેન્દ્રનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેનો વર તેની સાથે નથી રહેતો અને તેની કાળજી પણ નથી રાખતો.

કેન્દ્રનાં સિનિયર કાઉન્સિલર બી.એસ. સરસ્વતીએ ત્યાર બાદ યુગલ સાથે મિટીંગ કરી જ્યારે પુરુષે ચોખવટ કરી કે તેની પત્નીને પોર્ન જોવાનું વ્યસન હતું અને તે તેને પણ આ જોવા માટે દુરાગ્રહ કરતી. તેણે કહ્યું કે પોતે પત્નીથી એટલા માટે છૂટો પડ્યો છે કારણકે તેણે પોતાના ભૂતકાળની વિગતો છુપાવી છે. “પુરુષને છુટાછેડા લેવા છે પણ સ્ત્રીને તેના લગ્ન બચાવવામાં રસ છે અને ભૂતકાળ ભુલી જવા માગે છે. અમે યુગલનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ.” આ સ્ત્રીએ પોતાનાં લગ્ન બચાવવા માટે પરિહાર કેન્દ્રનો સંપર્ક કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK