પશ્ચિમ બંગાળમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ પહેલાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવાર (૨૨ જાન્યુઆરી)એ રાજ્યના વનપ્રધાન રાજીવ બૅનરજીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલાં પાંચ જાન્યુઆરીએ ખેલપ્રધાન લક્ષ્મી રતન શુક્લાએ પણ રાજીનામું આપી દીધું છે.
મમતાને લખવામાં આવેલા પત્રમાં રાજીવે જણાવ્યું છે કે તેઓ કૅબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે તેમણે આ વિશેના કારણની કોઈ સ્પષ્ટતા કરી નથી. પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો એ માટે હું ખૂબ આભારી છું. રાજીવ બૅનરજી દોમજુરથી ધારાસભ્ય છે. રાજીવે રાજીનામું ગવર્નર જગદીપ ધનખડને મોકલ્યું છે.
PMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ
7th March, 2021 13:05 ISTખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
7th March, 2021 11:30 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTનંદીગ્રામમાં મમતાને ટક્કર આપશે સુવેન્દુ અધિકારી
7th March, 2021 09:27 IST