Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાંચ વર્ષમાં ૨૧૬ વિધાનસભ્યોની સંપત્તિ ૧૬૪ ટકા વધી ગઈ

પાંચ વર્ષમાં ૨૧૬ વિધાનસભ્યોની સંપત્તિ ૧૬૪ ટકા વધી ગઈ

15 October, 2014 04:52 AM IST |

પાંચ વર્ષમાં ૨૧૬ વિધાનસભ્યોની સંપત્તિ ૧૬૪ ટકા વધી ગઈ

પાંચ વર્ષમાં ૨૧૬ વિધાનસભ્યોની સંપત્તિ ૧૬૪ ટકા વધી ગઈ



આ ઉમેદવારોની સરેરાશ મિલકતો વર્ષ ૨૦૦૯માં ૪.૯૭ કરોડ રૂપિયા હતી એ સરેરાશ હાલ ૧૩.૧૫ કરોડ રૂપિયાની થઈ હોવાનું તેમણે નોંધાવેલા સોગંદનામાના વિશ્લેષણને આધારે પ્રકાશમાં આવ્યું છે.

આ વિશ્લેષણમાં દરેક વિધાનસભ્યની ઍસેટ્સમાં સરેરાશ વધારો ૮.૧૭ કરોડ રૂપિયાનો જણાયો છે.

બન્ને NGOએ સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે કૉન્ગ્રેસના ફરી વખત ચૂંટણી લડતા ૬૨ ઉમેદવારોની ઍસેટ્સમાં સરેરાશ ૧૮૪ ટકા વધારો થયો છે. NCPના આવા ૫૧ ઉમેદવારોની ઍસેટ્સમાં ૧૭૬ ટકા વધારો નોંધાયો છે. BJPના આવા ૪૪ વિધાનસભ્યોએ જાહેર કરેલી ઍસેટ્સ પ્રમાણે ૧૯૮ ટકા વધારો અને શવિસેનાના આવા ૩૬ વિધાનસભ્યોની મિલકતોમાં ૧૭૨ ટકા વધારો નોંધાયો છે.

MNSના આઠ વિધાનસભ્યોની ઍસેટ્સમાં ૨૯૪ ટકા અને આઠ અપક્ષ વિધાનસભ્યોની ઍસેટ્સમાં ૭૪ ટકાનો વધારો નોંધાયો હોવાનું આ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

કેટલાંક ઉદાહરણ

મલબાર હિલ મતવિસ્તારના BJPના ઉમેદવાર મંગલ પ્રભાત લોઢાની ઍસેટ્સમાં સૌથી વધારે ૧૨૯.૯૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ ૨૦૦૯માં તેમની ઍસેટ્સ ૬૮.૬૪ કરોડ રૂપિયાની હતી એ આ વર્ષે વધીને ૧૯૮.૬૧ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી છે.

જળગાંવ શહેરના શવિસેનાના ઉમેદવાર સુરેશકુમાર ભિકમચંદ જૈનની ઍસેટ્સ વર્ષ ૨૦૦૯માં ૮૨.૮૨ કરોડ રૂપિયાની હતી એ હવે વર્ષ ૨૦૧૪માં વધીને ૧૮૨.૮૪ કરોડ રૂપિયાની થતાં ૧૦૦ કરોડ રૂપિયા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે.

કાંદવિલી (ઈસ્ટ)ના કૉન્ગ્રેસના ઉમેદવાર રમેશસિંહ રામનારાયણ ઠાકુરની ઍસેટ્સ વર્ષ ૨૦૦૯માં ૨૨.૨૯ કરોડ રૂપિયાની દર્શાવાઈ હતી એ વર્ષ ૨૦૧૪માં વધીને ૮૧.૬૩ કરોડની થતાં તેમાં ૫૯.૪૦ કરોડનો વધારો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2014 04:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK