કપડા અને ચામડા પર ભરતકામ-એમ્બ્રૉઇડરીનું કામ નાજુક અને અઘરું માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના વર્જિનિયા સ્ટેટના રિમાન્ડ શહેરમાં વસતાં હિલેરી વૉટર્સ ફાયેલ નામનાં બહેન સૂકાં પાંદડાં પર એમ્બ્રૉઇડરી કરે છે. વનસ્પતિના અને ખાસ કરીને પાંદડાંનો ઔષધીય ઉપચારમાં ઉપયોગ અને ઑર્નામેન્ટલ પ્લાન્ટ્સના સજાવટ માટે ઉપયોગ વિશે જૂની અને નવી વિગતો જાણવા મળે છે, પરંતુ સુકાઈ ગયેલા પાનની ઉપર ભરતકામની કલા જ સૌને માટે નવી છે. પહેલી નજરે સરળ જણાતો એ ‘બોટનિકલ આર્ટ’ અનેક લોકો માટે પ્રેરણાદાયક બને છે. હિલેરીબહેન પ્રકૃતિના માનવ સાથેના સંબંધોને આપણા સૌના દિલોદિમાગમાં તાજા રાખવાના એક ઉદ્દેશ સાથે આ કલાને વિકસાવી-અપનાવી હોવાનું કહે છે. કનત નુર્તઝીનની પાંદડા પર કલાકારીગરી અને સંદેશ રાંગણેકરના ટ્રી પેઇન્ટિંગ્સમાં પણ પ્રકૃતિપ્રેમના સંદેશ સુંદર રીતે પ્રાપ્ત થાય છે.
સિંહ પર પણ માસ્ક
18th January, 2021 09:23 ISTટિન ટિન કૉમિક બુક આર્ટનો દુર્લભ નમૂનો ૨૮.૨૮ કરોડ રૂપિયાની કિંમતે વેચાયો
18th January, 2021 09:16 ISTચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી
18th January, 2021 09:13 ISTબોલો, મેકબુક ચાર્જર એટલું ગરમ થયું કે લોટ મૂકતાં કુકીઝ બની ગઈ
18th January, 2021 09:06 IST